ગંભીરા બ્રિજ દૂર્ઘટના, મોતનો આંક 15 પર પહોંચ્યો, હજું પણ 3 વ્યક્તિ ગુમ હોવાની આશંકા
24 કલાક કરતા વધુ સમય વીતવા આવ્યો છે છતાં હજું પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે

24 કલાક કરતા વધુ સમય વીતવા આવ્યો છે છતાં હજું પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે

24 કલાક કરતા વધુ સમય વીતવા આવ્યો છે છતાં હજું પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે
મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે 9 જુલાઈએ વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં ગંભીરા બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી બે ટ્રક, એક બોલેરો જીપ સહિત ચાર વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા. જેમાં હવે મૃત્યું આંક 15 પર પહોંચ્યો છે જ્યારે 9 વધુ લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે.આ ઘટનાને 24 કલાક કરતા વધુ સમય વીતવા આવ્યો છે છતાં હજું પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે
આજે બીજા દિવસે વહેલી સવારથી જ NDRF સહિતની બચાવ ટુકડીઓ દ્વારા શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવી છે. ગંભીરા બ્રિજ દૂર્ઘટનામાં સર્ચ ઓપરેશન દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો, જેને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો હતો. બીજી તરફ માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની ટીમ ઉચ્ચ સ્તરીય તપાસ કરવા માટે આવી પહોંચી હતી. કલેકટર અનિલ ધામેલિયા સહિતના અધિકારીઓ વહેલી સવારે જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મહેસૂલી તંત્ર અને પોલીસની ટીમોએ અહીં રાતભર પડાવ નાખ્યો હતો.
જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે ગંભીરા બ્રિજ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હજું 3 લોકો હજુ પણ ગુમ હોવાની વાત છે. અને નદીમાં વધુ બે વાહનો હોવાની શક્યતા છે. કલેક્ટરે કહ્યું કે ગુમ થયેલા લોકોની તપાસ કરવામાં આવી રહી છે
બીજી તરફ સરકારે કાર્યવાહી કરતા ગંભીરા બ્રિજ અકસ્માતને લઈ કમિટીની રચના કરી છે. બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવાઈ છે. આ કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારીની તપાસ કરશે. બ્રિજ દુર્ઘટનાનો પ્રાથમિક અહેવાલ કમિટી રજૂ કરશે. આ દુર્ઘટના અંગેનો સંપૂર્ણ અહેવાલ 30 દિવસમાં સરકારને સોંપવામાં આવશે. જો ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે કમિટી સૂચનો કરશે. આ કમિટીમાં માર્ગ મકાન વિભાગના અધિક સચિવ, મુખ્ય ઈજનેર સહિતના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો-- ગંભીરા બ્રિજ દૂર્ઘટના, 10 કલાક પછી હજું પણ રેસ્ક્યું ઓપરેશન ચાલુ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.