મીરાબાઈ ચાનૂની ગોલ્ડન હેટ્રિક
ભારતની સ્ટાર વેઇટલિફ્ટરમાં પ્રાપ્ત કરી ઐતિહાસિક સિદ્ધિ ,સતત ત્રીજી વખત જીત્યો ગોલ્ડ મેડલ

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
Mirabai Chanu Gold Medal : ભારતની સ્ટાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ફરી એકવાર દેશનું ગૌરવ વધાર્યું છે.કોમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રીજી વખત ગોલ્ડ મેડલ જીતીને તેમણે ભારતીય રમતગમતના ઇતિહાસમાં નવો અધ્યાય લખ્યો છે.આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી,પરંતુ ભારતના મહિલા ખેલાડીઓની પ્રતિભા,સંઘર્ષ અને આત્મવિશ્વાસનું પ્રતિક પણ છે.મીરાબાઈ ચાનુએ પોતાની મહેનત, શિસ્ત અને અવિરત સંઘર્ષના બળે વિશ્વ વેઇટલિફ્ટિંગમાં આગવી ઓળખ બનાવી છે. કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડન હેટ્રિક નોંધાવનાર તેઓ ભારતની સૌથી સફળ મહિલા વેઇટલિફ્ટરોમાં સામેલ થઈ ગઈ છે.
શરૂઆતથી જ સંઘર્ષભર્યો સફર
મણિપુરના એક સામાન્ય પરિવારમાં જન્મેલી મીરાબાઈ ચાનુએ બાળપણથી જ અનેક પડકારોનો સામનો કર્યો હતો. પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત નહોતી, છતાં રમત પ્રત્યેનો તેમનો જુસ્સો ક્યારેય ઓછો થયો નહીં.નાનપણમાં જ તેઓ જંગલમાંથી લાકડાં લાવતી હતી. ભારે વજન ઉપાડવાની આદતથી તેમની શારીરિક ક્ષમતા વિકસતી ગઈ. પરિવાર અને કોચના પ્રોત્સાહનથી તેમણે વેઇટલિફ્ટિંગને કારકિર્દી તરીકે પસંદ કર્યું.
સ્નેચમાં બનાવ્યો નવો ગેમ્સ રેકોર્ડ
મીરાબાઈ ચાનૂ માટે સ્નેચ શ્રેણીની શરૂઆત પડકારજનક રહી હતી, જેમાં તેઓ પહેલા પ્રયાસમાં 82 કિલો વજન ઊંચકી શક્યા નહોતા. જોકે, બીજા પ્રયાસમાં તેમણે સફળતાપૂર્વક 82 કિલો વજન ઊંચકીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યાર બાદ ત્રીજા પ્રયાસમાં ચાનૂએ 85 કિલો વજન ઊંચકીને પોતાનો જ રેકોર્ડ સુધાર્યો હતો. કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં સ્નેચ વર્ગમાં 85 કિલો વજન ઊંચકનારા તેઓ પ્રથમ મહિલા વેટલિફ્ટર બન્યા છે.
ભારતના મેડલ અભિયાનને મળી મજબૂત શરૂઆત
મીરાબાઈ ચાનુના ગોલ્ડ સાથે ભારતના કોમનવેલ્થ ગેમ્સ અભિયાનને મોટી સફળતા મળી છે. તે પહેલાં ભારતીય વેઈટલિફ્ટર ઋષિકાંતા સિંહે પુરુષોની 60 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને સ્નેચમાં કોમનવેલ્થ ગેમ્સનો નવો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. હવે મીરાબાઈના ગોલ્ડ બાદ ભારતનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
રાષ્ટ્રીય સ્તરેથી આંતરરાષ્ટ્રીય મંચ સુધી
મીરાબાઈએ શરૂઆતમાં રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી.તેમની મહેનતનું ફળ તેમને સતત મળતું રહ્યું અને ધીમે-ધીમે તેઓ વિશ્વની શ્રેષ્ઠ વેઇટલિફ્ટરોમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા.કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત ગોલ્ડ જીતવું મીરાબાઈ માટે યાદગાર ક્ષણ હતી.તેમણે ક્લીન એન્ડ જર્ક તેમજ સ્નેચ બંનેમાં શાનદાર પ્રદર્શન કરીને સ્પર્ધકોને પાછળ છોડી દીધા હતા. આ જીતથી ભારતને ગોલ્ડ મેડલ મળ્યો અને મીરાબાઈ દેશભરમાં ચર્ચાનો વિષય બની.
મીરાબાઈ ચાનુની રેકોર્ડ સફર
પ્રથમ સફળ પ્રયાસ: તેમણે 82 કિલોગ્રામ વજન ઉઠાવીને અગાઉનો કોમનવેલ્થ ગેમ્સ રેકોર્ડ તોડ્યો હતો.
અંતિમ માસ્ટર સ્ટ્રોક: ત્રીજા પ્રયાસમાં વધુ ક્ષમતા બતાવીને 85 કિલોગ્રામ વજન સાથે નવો સર્વકાલીન રેકોર્ડ બનાવ્યો.
વૈશ્વિક સરખામણી: કોમનવેલ્થ દેશોના કોઈપણ ખેલાડી દ્વારા વિશ્વની કોઈપણ મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા (જેમ કે ઓલિમ્પિક કે વર્લ્ડ ચેમ્પિયનશિપ) માં આ કેટેગરીમાં ઉઠાવવામાં આવેલું આ સર્વોચ્ચ વજન છે.
સતત ત્રીજી વાર ભારતનું નામ રોશન કર્યું
મીરાબાઈ ચાનુની ગોલ્ડન હેટ્રિક માત્ર એક ખેલાડીની જીત નથી, પરંતુ ભારતના રમતગમતના વિકાસ, મહિલા સશક્તિકરણ અને અડગ સંકલ્પનું પ્રતિક છે. મણિપુરના એક સામાન્ય પરિવારમાંથી વિશ્વ મંચ સુધીની તેમની સફર લાખો લોકો માટે પ્રેરણાદાયી છે.સતત ત્રણ વખત કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતવાની તેમની સિદ્ધિ ભારતીય રમતગમતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.મીરાબાઈ ચાનૂએ પોતાની કેટેગરીમાં શરૂઆતથી જ વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. કુલ 190 કિલોનો સ્કોર કરીને તેમણે ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ ઉમેર્યો છે. સતત ત્રીજી કોમનવેલ્થ ગેમ્સમાં સ્વર્ણ પદક જીતીને તેમણે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો ઝંડો લહેરાવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.

અભિષેક શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારીને ધમાકો મચાવ્યો. ભારતે ત્રીજી T20માં 14 રનથી જીત મેળવીને શ્રેણીમાં 2-1ની લીડ મેળવી.