અફઘાનિસ્તાનનો આયર્લેન્ડ પર ધમાકેદાર વિજય
343 રનનો રેકોર્ડ સ્કોર, ODI સિરીઝમાં 3-0ની અજેય લીડ

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
AFG vs IRE 3rd ODI: અફઘાનિસ્તાનનો આયર્લેન્ડ પ્રવાસ શાનદાર રીતે આગળ વધી રહ્યો છે. પાંચ મેચની ODI સિરીઝની ચોથી મેચમાં અફઘાનિસ્તાને આયર્લેન્ડને 42 રનથી હરાવી સતત ત્રીજી જીત નોંધાવી છે. આ જીત સાથે અફઘાનિસ્તાને પાંચ મેચની સિરીઝમાં 3-0ની અજેય લીડ મેળવી લીધી છે. પ્રથમ મેચ વરસાદના કારણે રદ્દ થયા બાદ અફઘાન ટીમે સતત ત્રણ મેચ જીતીને સિરીઝ પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે. બેલફાસ્ટના સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબ ખાતે રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 9 વિકેટે 343 રન બનાવ્યા હતા. જવાબમાં આયર્લેન્ડની ટીમ 48 ઓવરમાં 301 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
અફઘાનિસ્તાનનો ODIમાં સૌથી મોટો સ્કોર
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે શરૂઆતમાં વિકેટ ગુમાવી હતી, પરંતુ ત્યારબાદ ઇબ્રાહિમ ઝદરાન અને સિદિકુલ્લાહ અટલે શાનદાર બેટિંગ કરી ટીમને વિશાળ સ્કોર સુધી પહોંચાડી હતી. 343/9નો સ્કોર અફઘાનિસ્તાનનો ODI ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ ટીમ સ્કોર છે. આ પહેલાં અફઘાનિસ્તાનનો સૌથી મોટો ODI સ્કોર 339/6 હતો, જે ટીમે 9 ફેબ્રુઆરી 2024ના રોજ શ્રીલંકા સામે બનાવ્યો હતો.
ઇબ્રાહિમ ઝદરાન અને સિદિકુલ્લાહ અટલની ઐતિહાસિક ભાગીદારી
અફઘાનિસ્તાનની જીતનો સૌથી મોટો આધાર ઇબ્રાહિમ ઝદરાન અને સિદિકુલ્લાહ અટલની શાનદાર સદી રહી. બંનેએ બીજી વિકેટ માટે 231 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. ઇબ્રાહિમ ઝદરાને 118 બોલમાં 107 રન ફટકાર્યા હતા, જેમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. આ તેની ODI કારકિર્દીની 7મી સદી હતી.બીજી તરફ સિદિકુલ્લાહ અટલે વધુ આક્રમક બેટિંગ કરતાં 120 બોલમાં 143 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સમાં 17 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. આ સાથે એક જ ODI ઇનિંગ્સમાં સદી ફટકારનારી અફઘાનિસ્તાનની જોડીની યાદીમાં બંનેનું નામ પણ જોડાયું છે.
અંતિમ ઓવરોમાં અફઘાનિસ્તાનની વિકેટોનો ધડાધડ પતન
ઝદરાન અને અટલની ભાગીદારી તૂટ્યા બાદ આયર્લેન્ડના બોલરોએ વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો. 39મી ઓવરમાં ગેવિન હોયેએ ઇબ્રાહિમ ઝદરાનને બોલ્ડ કરીને મોટી ભાગીદારીનો અંત લાવ્યો હતો. અટલના આઉટ થયા બાદ અફઘાનિસ્તાનનો સ્કોર 42.5 ઓવરમાં 285/3 હતો. ત્યારબાદ અંતિમ ઓવરોમાં ટીમે ઝડપી રન બનાવવાના પ્રયાસમાં સતત વિકેટો ગુમાવી હતી. તેમ છતાં અફઘાનિસ્તાન 343 રનનો વિશાળ સ્કોર ઉભો કરવામાં સફળ રહ્યું હતું.
આયર્લેન્ડ તરફથી બાલ્બિર્નીની સદી, કેમ્ફરની તોફાની ઇનિંગ્સ
344 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આયર્લેન્ડની ટીમની શરૂઆત ખાસ રહી નહોતી. કેપ્ટન પોલ સ્ટર્લિંગ 27 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ એન્ડ્રુ બાલ્બિર્નીએ શાનદાર સદી ફટકારી અને આયર્લેન્ડની આશા જીવંત રાખી હતી. બાલ્બિર્નીએ 119 બોલમાં 109 રન બનાવ્યા હતા. આ તેની ODI કારકિર્દીની 10મી સદી હતી. જોકે, બાલ્બિર્નીના આઉટ થયા બાદ મેચનો રુખ ફરી અફઘાનિસ્તાન તરફ વળી ગયો હતો.
રાશિદ ખાને બે બોલમાં બે વિકેટ ઝડપી મેચ પલટી
અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને આયર્લેન્ડને મોટો ઝટકો આપ્યો હતો. 40મી ઓવરમાં રાશિદ ખાને સતત બે બોલમાં સદી ફટકારનાર બાલ્બિર્ની અને બેન્જામિન ક્લુટ્ઝને પેવેલિયન મોકલી દીધા હતા. આ પછી કર્ટિસ કેમ્ફરે તોફાની બેટિંગ કરીને આયર્લેન્ડની જીતની આશા જગાવી હતી. કેમ્ફરે માત્ર 34 બોલમાં અડધી સદી પૂરી કરી હતી અને અંતે 46 બોલમાં 84 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. તેની ઇનિંગ્સમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. પરંતુ યામીન અહમદઝાઈએ 48મી ઓવરમાં કેમ્ફરને આઉટ કરીને આયર્લેન્ડની છેલ્લી મોટી આશા પણ ખતમ કરી દીધી હતી.
અફઘાનિસ્તાનના બોલરોનો દબદબો
અફઘાનિસ્તાન તરફથી યામીન અહમદઝાઈએ 4 વિકેટ, રાશિદ ખાને 3 વિકેટ અને અઝમતુલ્લાહ ઓમરઝાઈએ 2 વિકેટ ઝડપી હતી. આ બોલિંગ પ્રદર્શનના કારણે આયર્લેન્ડની ટીમ 48 ઓવરમાં 301 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને અફઘાનિસ્તાને 42 રનથી શાનદાર જીત મેળવી. હવે 14 ઓગસ્ટે અંતિમ ODI ચોથી ODIમાં જીત સાથે અફઘાનિસ્તાને સિરીઝમાં 3-0ની અજેય લીડ મેળવી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે પાંચમી અને અંતિમ ODI 14 ઓગસ્ટે બેલફાસ્ટમાં રમાશે. અફઘાનિસ્તાન હવે અંતિમ મેચ જીતીને સિરીઝ 4-0થી પોતાના નામે કરવાની તૈયારીમાં છે. ખાસ વાત એ છે કે અફઘાનિસ્તાન ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2027 માટે સીધું ક્વોલિફાય પણ કરી ચૂક્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.

અભિષેક શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે માત્ર 18 બોલમાં અડધી સદી ફટકારીને ધમાકો મચાવ્યો. ભારતે ત્રીજી T20માં 14 રનથી જીત મેળવીને શ્રેણીમાં 2-1ની લીડ મેળવી.