આવા રક્ષિતો અને તથ્યો ક્યાં સુધી પ્રજાએ સહન કરવાના ?
આવા બનાવોમાં મુખ્ય જવાબદાર માતા-પિતા છે

માતા પિતાની સૌથી પહેલી જવાબદારી છે કે સંતાનોને સંસ્કાર આપે

માતા પિતાની સૌથી પહેલી જવાબદારી છે કે સંતાનોને સંસ્કાર આપે
વડોદરામાં નબીરાએ બેફામ કાર ચલાવીને 8 લોકોને અડફેટમાં લેતાં 1 મહિલાનું સ્થળ પર મોત થયું હતું જ્યારે સાત વ્યક્તિઓ ઘાયલ થઇ ગઇ હતી. અગાઉ અમદાવાદમાં નબીરા તથ્ય પટેલે પણ આ જ પ્રકારે ફુલ સ્પીડે કાર ચલાવીને નિર્દોષના ભોગ લીધા હતા. રાજ્યમાં ઘણા શહેરોમાં ફુલ સ્પીડે કાર ચલાવીને અકસ્માત સર્જવાના બનાવો નોંધાયા છે ત્યારે આ બનાવો રોકવા હવે ખુબ જ જરુરી બન્યા છે. કોઇ વ્યક્તિ પોતે નશામાં હોય કે ના હોય પણ બેફામપણે વાહન ચલાવીને નિર્દોષ લોકોનો ભોગ કઇ રીતે લઇ લે તે એક સવાલ છે. ક્યાં સુધી રાહદારીઓ અને વાહન ચાલકો તેજ રફ્તારના શોખીન નબીરાઓથી જાતે સાવચેતી રાખશે તે મોટો સવાલ છે. આવા રક્ષિતો અને તથ્યોને પ્રજાએ ક્યાં સુધી સહન કરવાના..?
વડોદરા શહેરમાં 13 માર્ચે રાત્રે 11.15 વાગ્યે પૂરપાટ ઝડપે આવેલા કારચાલક રક્ષિત ચોરસિયાએ 8 લોકોને અડફેટે લીધા હતા. પોલીસે આ મામલે કાર ચાલક યુવક રક્ષિત ચૌરસિયાને ઝડપી લીધો છે અને હાલ 1 દિવસના રિમાન્ડ પર છે. આ ઘટનાના વાયરલ વીડિયોમાં જે રીતે રક્ષિત બુમો પાડી રહ્યો છે તે વર્તન જોતાં તે ભાનમાં જ ના હોવાનું જણાઇ રહ્યું છે જેથી તેણે કોઇ ડ્રગ્સનું સેવન કરેલું છે કે પછી દારુનું સેવન કરેલું છે તે સ્પષ્ટ જોઇ શકાય છે. તેણે મીડિયા ઇન્ટરવ્યુમાં જણાવેલું છે કે તેણે ભાંગનો નશો કરેલોછે. જો કે પોલીસે તેના બ્લડના 2 સેમ્પલ લઇને તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે અને તેના રિપોર્ટમાં આવશે કે રક્ષિતે ક્યો નશો કરેલો હતો.
પણ સવાલ એ જ છે કે નબીરાઓને ફુલ સ્પીડમાં વાહન ચલાવાનો પરવાનો કોણે આપી દીધો છે. હવે આર્થિક રીતે સક્ષમ માતા પિતા હવે તો પોતાનો પુત્ર સગીર હોય તો પણ વાહન ચલાવવા આપી દે છે. મોડી રાત સુધી પોતાના વાહનમાં મિત્રો સાથે મોજમજા કરીને રખડતું યુવાધન આજ દરેક શહેરમાં જોવા મળે છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જેવા મોટા શહેરોમાં તો આખી રાત આવા યુવક યુવતીઓ ઠેર ઠેર ભટકતા જોવા મળે છે. તેમને કોઇ છોછ કે લાજ શરમ ના હોય તેવી હરકતો પણ તેઓ કર્યા કરે છે. સમગ્રતયે આવા યુવક યુવતીના માતા પિતા જ આવી ઘટનાઓ માટે જવાબદાર હોય તેમ લાગ્યા કરે છે કારણ કે સગીર સંતાનને વાહન ચલાવવા આપવામાં જેટલો ગુનો સગીરનો છે તેટલો જ તેના માતા પિતાનો છે. જો સગીર ના હોય અને પુખ્તવયનું સંતાન હોય પણ તેની પર પણ લગામ રાખવાની જવાબદારી માતા પિતા છે. માતા પિતાએ નાનપણથી સંસ્કાર અને શિક્ષણ આપવું અત્યંત જરુરી છે કે નશો કરવો એ મોટો ગુનો છે અને તેને ક્યારેય પરિવાર સાંખી નહીં લે. સાથે વાહન ચલાવતી વખતે પણ ધ્યાન રાખીને સિમીત સ્પીડ લિમીટમાં જ વાહન ચલાવવું પડશે તેવી કડક શીખ પણ મા બાપોએ પોતાના સંતાનોને આપવી જોઇએ. સ્પીડ લીમીટમાં જ વાહન ચલાવવું તે હવે માતા પિતાએ પોતાના સંતાનને એબીસીડી શીખવવાની સાથે જ શીખવાડવું પડશે. પોતાના સંતાનના સંસ્કાર અને શિક્ષણની પહેલી જવાબદારી માતા પિતાની છે અને તેથી આવી ઘટનાઓમાં માતા પિતા જ પ્રાથમિક રીતે જવાબદાર છે.
અગાઉ અમદાવાદના બહુ ગાજેલા તથ્ય પટેલ કાંડમાં પણ તથ્ય પટેલ નામના નબીરાએ 9 લોકોને કચડ્યાં હતા. અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર એક થાર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, આ દરમિયાન તથ્ય પટેલની જેગુઆર કાર આશરે 140 કિમીથી વધુ ઝડપે આવીને રસ્તા પર અગાઉથી થયેલા ઍક્સિડન્ટ પાસેથી પસાર થઈને આઠ લોકોના સ્થળ પર જ મોત નીપજાવી દીધા હતાં, જ્યારે એક વ્યક્તિ હૉસ્પિટલ સારવાર દરમિયાન મૃત્યુ પામી હતી.
અમદાવાદના તથ્ય કાંડ અને વડોદરાના રક્ષિત કાંડમાં વાહનની સ્પીડ 120 કિમી કરતા વધુ હતું. આ તો માત્ર બહુ ગાજેલા 2 કેસ છે પણ ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં ક્યાંકને ક્યાંક આવા અકસ્માતો સર્જાયેલા જ છે જેમાં ફુલ સ્પીડની મોજમાં નબીરાઓએ નિર્દોષ લોકોના ભોગ લીધેલા છે.
જી તરફ પોલીસે પણ આવા બનાવો અટકાવવા કડક થવું પડશે. પોલીસ હવે લીમીટ કરતાં વધુ સ્પીડે વાહન ચલાવતા વાહન ચાલકોને પકડવા માટે ખાસ મશીનનો પણ ઉપયોગ કરે છે પણ તેનો વ્યાપક ઉપયોગ કરાતો નથી. આવા અકસ્માત થાય ત્યારે પોલીસ સફાળી જાગે છે અને ખાસ કરીને રાત્રે વાહન ચેકીંગ શરુ કરી દે છે અને થોડા દિવસમાં બધુ ભુલાઇ જાય છે. પોલીસે ફુલ સ્પીડે વાહન ચલાવતા વાહન ચાલકો સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવી ખુબ જ જરુરી છે. સ્પીડ લીમીટમાં વાહન ચાલે તે માટે જરુર પડ્યે રોજ ચેકીંગનું અભિયાન હવે શરુ કરવું પડશે . આવા તત્વોને કાયદાનું ભાન કરાવો તો જ અન્ય વાહન ચાલકો ગભરાતા થશે કારણ કે તમામને મોટર વ્હીકલ એક્ટના કાયદાની સમજ છે કે તેમાં આખરે કેટલી સજા થાય છે.
તમામ મોટા શહેરોમાં એવા તત્વો પણ છે જે મોડીફાઇડ સાયલેન્સર ધરાવતા બાઇક લઇને રાત્રીના સમયે નીકળી પડે છે અને જે પોતાને બાઇકર તરીકે ઓળખાવે છે. આવા બાઇકર્સ પણ ફુલસ્પીડે બાઇક ચલાવીને અન્ય વાહન ચાલકો અને રાહદારીઓનો જીવ ખતરામાં મુકે છે. પોતાના શોખ માટે અન્ય લોકોને ખતરામાં મુકવાના સંસ્કાર આવા તત્વો ક્યાંથી મેળવે છે તે એક મોટો સવાલ છે. જ્યારે મીડિયામાં બહું જાગે ત્યારે પોલીસ આવા બાઇકર્સને પકડીને મોડિફાઇડ સાયલન્સર કાઢી લે છે પણ આ માત્ર સોલ્યુસન નથી. આવા તત્વોના વાહન લાયસંસ રદ થવા જોઇએ અને ક્યારેય ઇસ્યુ ના થાય તેવી જોગવાઇ કરવી
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇરાક-લિબિયા બાદ વેનેઝુએલા: નાના દેશોની સમૃધ્ધિ પર અમેરિકાની બદનજર

સમાધાન, પોલીસની ભૂમિકા અને સરકારની ચૂપ પર પ્રશ્નો ઊભા કરતો કેસ

બાંગ્લાદેશના સંકટે ભારતની પ્રાદેશિક રણનીતિ અને સુરક્ષા સમજણને ઝંઝોડ્યું