વોશિંગ્ટનની તેલયુદ્ધનો પડછાયો હવે વેનેઝુએલા પર
ઇરાક-લિબિયા બાદ વેનેઝુએલા: નાના દેશોની સમૃધ્ધિ પર અમેરિકાની બદનજર

તેલથી સમૃદ્ધ દેશો, સત્તાની રાજનીતિમાં ચકનાચૂર

તેલથી સમૃદ્ધ દેશો, સત્તાની રાજનીતિમાં ચકનાચૂર
અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલાસ માડુરો સામે લીધેલું પગલું માત્ર ડ્રગ ટ્રાફિકિંગ, નાર્કો-કાર્ટેલ કે લોકશાહી બચાવવાની વાત તો દુનિયાને ગેરમાર્ગે દોરવાનું કારણ માત્ર છે. વાસ્તવમાં અમેરિકા જૂની પૂરાણી નીતિનું વિસ્તરણ છે, જેમાં તેની સુરક્ષા તાકાતનો દુરઉપયોગ કરી ક્રુડ તેલનો જથ્થા પર નભતા દેશોને પાયમાલ કરી, તેલ પર કબ્જો મેળવવાનો, વેનેઝુએલા અમેરિકી નીતિનો વધુ એક અધ્યાય છે—જે અગાઉ ઇરાક અને લિબિયાને તબાહ કરી ચૂકી છે.
દરેક વખત કારણ બદલાય છે, પરંતુ પરિણામો એકસરખા રહે છે:
રાજ્યની સંસ્થાઓનું અસ્તિત્વનો ખતમો બોલાવી, અર્થતંત્રનું પતન, માનવીય સંકટ અને ભૌગોલિક અસ્થિરતા.
વેનેઝુએલા પાસે દુનિયાનું સૌથી મોટો તેલ ભંડાર—લગભગ 17% વૈશ્વિક જથ્થો છે. 1970ના દાયકામાં દેશ દિવસે 35 લાખ બેરલ તેલ ઉત્પન્ન કરતો હતો. આજે ઉત્પાદન ઘટીને માત્ર 10-11 લાખ બેરલ સુધી સીમિત છે.
આ પતન માત્ર આંતરિક નીતિઓનું પરિણામ નથી.
અમેરિકાએ લાદેલા નાણાકીય પ્રતિબંધો, વૈશ્વિક બજારથી અલગથલગ કરવુ અને સંપત્તિ જપ્તીએ વેનેઝુએલાને રોકાણ અને વેપાર બંનેથી વંચિત કર્યું.
આર્થિક યુદ્ધે સંકટને વિનાશમાં ફેરવ્યું.
તેલથી આગળ: ખનિજ સંપત્તિ પર નજરવેનેઝુએલા માત્ર તેલ માટે જ મહત્વપૂર્ણ નથી. દેશ પાસે સોનું, લોખંડ, બોક્સાઇટ, નિકલ અને કોયલા જેવી વિશાળ ખનિજ સંપત્તિ છે.
આ ભંડારો ભવિષ્યની ઉદ્યોગવ્યવસ્થાનો આધાર બની શકે—અને કદાચ એ જ વાત ભૌગોલિક શક્તિઓને અસ્વસ્થ કરે છે.
ઇરાકને ખોટા હથિયાર દાવાઓ પર તોડી પાડવામાં આવ્યો.
લિબિયાને માનવીય સુરક્ષા નામે બોમ્બાર્ડ કરીને રાજ્યવિહીન કરી દેવાયું.
બન્ને દેશો સંપત્તિશાળી હતા, પરંતુ હસ્તક્ષેપ બાદ નિષ્ફળ રાજ્ય બની ગયા.
વેનેઝુએલા સાથે પણ એ જ મોડેલ અપનાવવામાં આવ્યો—ફક્ત બોમ્બની જગ્યાએ પ્રતિબંધો.
અમેરિકાનું વેનેઝુએલા સામેનું પગલું વિશ્વને એક ખતરનાક સંદેશ આપે છે:
સ્વાધીનતા શરતી છે.
જો આ નીતિ માન્ય છે, તો પછી
રશિયા યુક્રેનમાં,
ચીન તાઈવાનમાં
આવી જ દલીલો ન આપે તેની ખાતરી કોણ કરશે?
શક્તિ જ્યારે સિદ્ધાંતને હરાવે છે, ત્યારે આંતરરાષ્ટ્રીય કાયદો પસંદગીયુક્ત બની જાય છે.
માનવીય કિંમત: સૌથી મોટું અપરાધલાખો વેનેઝુએલાવાસીઓ દેશ છોડવા મજબૂર થયા.
આરોગ્ય વ્યવસ્થા તૂટી પડી.
ખોરાક અને દવાઓ દુર્લભ બન્યા.
રાજકીય લક્ષ્યાંક નિષ્ફળ રહ્યા, પરંતુ જનતા દંડાઇ.
રણનીતિઓની નિષ્ફળતા—વારંવારબગદાદથી ટ્રિપોલી અને હવે કરાકાસ સુધી, એક જ સત્ય સામે આવે છે:
રાજ્ય તોડવાથી સ્થિરતા આવતી નથી.
વેનેઝુએલા આજે માત્ર એક દેશ નથી—
તે વિશ્વ માટે ચેતવણી છે.

સમાધાન, પોલીસની ભૂમિકા અને સરકારની ચૂપ પર પ્રશ્નો ઊભા કરતો કેસ

બાંગ્લાદેશના સંકટે ભારતની પ્રાદેશિક રણનીતિ અને સુરક્ષા સમજણને ઝંઝોડ્યું

યુક્રેનના હુમલાએ રશિયાનું તેલ રિફાઇનિંગ તંત્ર હલાવ્યું, વૈશ્વિક ભાવમાં હલચલ