કોણ બગાડી શકે છે ભારતની બાજી?
આ પહેલા પણ ન્યુઝિલેન્ડે 2019ના વનડે વર્લ્ડ કપની સેમિફાઈનલ અને 2021ના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતને પરાજય આપી ચુકી છે

કોણ બગાડી શકે છે ભારતની બાજી

કોણ બગાડી શકે છે ભારતની બાજી
ભારત અને ન્યૂઝીલેન્ડ 25 વર્ષ બાદ ફરી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં એકબીજા સામે ટકરાશે. આપને જણાવી દઈએ કે બંને ટીમ 9 માર્ચના રોજ દુબઈમાં ટાઇટલ ખિતાબ માટે આમને સામને ટકરાશે. આ પહેલાં 2000માં નૈરોબીના મેદાન પર, ન્યૂઝીલેન્ડે ભારતને ફાઈનલમાં 4 વિકેટથી હરાવ્યું હતું.
ICC ટુર્નામેન્ટના નોકઆઉટ મેચોમાં, ન્યૂઝીલેન્ડે ભારત માંટે સૌથી મોટી મુશ્કેલી ઊભી કરી છે. આ પહેલા પણ ન્યુઝિલેન્ડે 2019ના વનડે વર્લ્ડ કપની સેમિફાઈનલ અને 2021ના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતને પરાજય આપી ચુકી છે.
ચાલો જાણીએ ભારત અને ન્યૂઝીલેન્ડની ICC ટૂર્નામેન્ટના કેટલક આકડાઓ વિશે.....
ક્રિસ કેર્ન્સની સદીના કારણે ન્યૂઝીલેન્ડ જીત્યું
ન્યૂઝીલેન્ડ પાસે એકમાત્ર ICC ટાઇટલ ટ્રોફી છે. 2000માં, ભારતે કેન્યા, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો. ન્યૂઝીલેન્ડે ઝિમ્બાબ્વે અને પાકિસ્તાનને હરાવ્યા હતા.
નૈરોબી ખાતે રમાયેલી ફાઈનલમાં, ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી. ભારત તરફથી, કેપ્ટન સૌરવ ગાંગુલીએ 117 અને સચિન તેંડુલકરે 69 રન બનાવ્યા હતા. બાકીના બેટર્સ ખાસ પ્રદર્શન ન કરી શક્યા અને 6 વિકેટ ગુમાવ્યા પછી, ટીમ માત્ર 264 રન પર ઓલઆઉટ થઈ હતી.
ન્યૂઝીલેન્ડે 132 રનમાં 5 વિકેટ ગુમાવી હતી. આ દરમિયાન, ક્રિસ કેર્ન્સે ક્રિસ હેરિસ સાથે 6 ઠ્ઠી વિકેટ માટેની પાળી સંભાળી 122 રનની ભાગીદારી કરી. કેર્ન્સે સદી ફટકારી અને 2 બોલ બાકી રહ્યા હતા ત્યારે ટીમને વિજય તરફ દોરી ગયો હતો.આ ટુર્નામેન્ટમાં તે પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો હતો.
ચેમ્પિયન્સ ટ્રોફી પર ત્રીજી વખત ટકરાવશે
ચેમ્પિયન્સ ટ્રોફીના 27 વર્ષના ઇતિહાસમાં, બંને ટીમ ત્રીજી વખત આ ટૂર્નામેન્ટમાં અક બીજાનો સામનો કરશે. આ વર્ષે, બંને ટીમો ગ્રુપ સ્ટેજમાં પણ એકબીજા સામે રમેલી હતી, જ્યાં ભારતે 44 રનથી ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. હવે 9 માર્ચે, બંને ફરી એકવાર દુબઈમાં સામનો કરશે.
ICCમાં 63% મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને હરાવ્યું
તમામ ICC ટુર્નામેન્ટોમાં, બંને વચ્ચે 16 મેચો રમાઈ છે, જેમાં ન્યૂઝીલેન્ડે 10 અને ભારતે 6 જીત્યા છે. જોકે, બંનેએ ICC ODI ટુર્નામેન્ટમાં સમાન સંખ્યામાં જીત મેળવી છે, જેમાં ચેમ્પિયન્સ ટ્રોફી અને ODI વર્લ્ડ કપની 12 મેચોમાં ન્યૂઝીલેન્ડે 6 અને ભારતે 6 જીતેલા છે.
નોકઆઉટ તબક્કામાં ન્યૂઝીલેન્ડે 75% મેચ જીતી
નોકઆઉટ સ્ટેજમાં ન્યૂઝીલેન્ડે ઘણી વાર ભારતને હારવાવ્યું છે. બંને વચ્ચે 4 નોકઆઉટ મેચો રમાઈ છે, જેમાં ન્યૂઝીલેન્ડે 3 અને ભારતે માત્ર 1 જીતેલી છે. 2000 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ, 2019 ODI વર્લ્ડ કપ સેમિફાઈનલ અને 2021 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ભારતને ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયો. પરંતુ, 2023ના ODI વર્લ્ડ કપ સેમિફાઈનલમાં, ભારતે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવ્યયું હતું.
ભારતે 66% વનડેમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું
ટીમ ઈન્ડિયા એ વનડે ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે મોટું પ્રભાવ ધરાવ્યું છે. બંને વચ્ચે 95 મેચો રમાઈ છે, જેમાંથી ભારતે 63 અને ન્યૂઝીલેન્ડે ફક્ત 30 મેચ જીતી છે. આનો અર્થ એ છે કે ભારતનો સફળતા દર 66% હતો.
છેલ્લા 10 વર્ષમાં ભારતે 85% વનડે મેચ જીતી
છેલ્લા 10 વર્ષમાં, ભારતે ન્યૂઝીલેન્ડ પર પોતાની દબદબાને વધારે મજબૂત બનાવ્યું છે. 2016 થી, બંને વચ્ચે 20 વનડે રમાઈ છે, જેમાં ભારતે 17 અને ન્યૂઝીલેન્ડે 3 જીતી છે.
કોહલીની ન્યૂઝીલેન્ડ સામે 6 સદી
ભારત તરફથી, વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 32 વનડેમાં 6 સદી સાથે 1656 રન બનાવ્યા છે.
મેટ હેનરી ભારત માટે પેદા કરે છે મુશ્કેલી
કેન વિલિયમસન ભારત સામે સક્રિય કિવી બેટરમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 30 વનડેમાં 1 સદી સાથે 1228 રન બનાવ્યા છે. મેટ હેનરી 21 વિકેટ સાથે ટોચના બોલર છે. તેણે છેલ્લી મેચમાં પણ 5 વિકેટ લીધી હતી.
મોહમ્મદ શમી કરી શકે છે ન્યુઝીલેન્ડને ચુપ
મોહમ્મદ શમી ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ સક્રિય ભારતીય વિકેટ લેનાર બોલર છે. તેણે 15 વનડેમાં 37 વિકેટ ઝડપી છે. શમીએ જ 2023ના ODI વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ટીમ સામે 7 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે ન્યૂઝીલેન્ડ સામે 22 વિકેટ અને હાર્દિક પંડ્યાએ 16 વિકેટ લીધી છે.
ચેમ્પીયન ટ્રોફી 2025માં ન્યુઝીલેન્ડનું પ્રદર્શન
આજ સુધી, ભારતીય ટીમ ICC ઇવેન્ટ્સની ફાઇનલમાં કિવીઓને હરાવી શકી નથી. ભલે રોહિતની ટીમે ગ્રુપ સ્ટેજમાં એક વાર ન્યુઝીલેન્ડને હરાવ્યું હોય, પરંતુ ટાઇટલ મેચમાં કિવી ટીમ એક અલગ સ્તરનું ક્રિકેટ રમે છે, ખાસ કરીને જ્યારે વિરોધી ટીમ ભારતીય ટીમ હોય.
સેન્ટનર તેના સ્પિનિંગ બોલને કારણે ટીમ ઈન્ડિયાના બેટ્સમેન માટે માથાનો દુખાવો બની શકે છે. દક્ષિણ આફ્રિકા સામેની સેમિફાઇનલ મેચમાં સેન્ટનરે 43 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. તે જ સમયે, સેન્ટનરે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 7 વિકેટ લીધી છે. સૌથી મહત્વની વાત એ છે કે વિકેટ લેવા ઉપરાંત, સેન્ટનર રન આપવાના મામલામાં ખૂબ જ કંજુસ પણ રહ્યો છે અને તેણે 4.85 ના ઇકોનોમી રેટથી રન ખર્ચ્યા છે.
સેમિફાઇનલમાં રચિન રવિન્દ્રએ સદી ફટકારી હતી. રચિન ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર ફોર્મમાં રહ્યો છે. કિવી બેટ્સમેનએ અત્યાર સુધી રમાયેલી 3 મેચમાં બે સદી ફટકારી છે અને 75 ની સરેરાશથી 226 રન બનાવ્યા છે. રચિનની ખાસિયત એ છે કે તે સ્પિન ખૂબ સારી રીતે રમે છે અને વચ્ચેની ઓવરોમાં ઇનિંગ્સમાં રનરેટ જાળવી રાખવાની કળા જાણે છે.
ન્યુઝીલેન્ડ તેમની પ્લેઇંગ ૧૧માં મોટો ફેરફાર કરી શકે છે અને ડેવોન કોનવેને તક આપી શકે છે. જો કોનવે અંતિમ અગિયારમાં પાછો ફરે છે, તો તે રોહિતની સેનાનું કામ બગાડી શકે છે. પરંતુ ભારતી ટીમ માટે રાહતના સમાચાર એ છે કે કોનવેને પહેલી બે મેચમાં તક આપવામાં આવી હતી, પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો ન હતો.
ચેમ્પીયન ટ્રોફી 2025માં ભારતનું પ્રદર્શન
ચેમ્પીયન ટ્રોફીમાં ભારતે રમેલી તમામ મેચો જીતી છે. ભારતે આ ચેમ્પીયન ટ્રોફીમાં સૌથી પહેલા બાંગ્લાદેશ, ત્યાર બાદ પાકિસ્તાન અને ત્યાર બાદ ન્યુઝિલેન્ડને હરાવીને ગૃપ એ માં પહેલા નંબરે સ્થાન બનાવ્યું હતું. ત્યાર બાદ ભારતે સેમિફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પણ કારમી હાર આપીને ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી છે. અહી એ જાણવું જરુરી છે કે ભારત આ ટ્રોફીમાં અત્યાર સુધી સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે અને આશા છે કે 9 માર્ચના રોજ દુબઈમાં રમાનાર ફાઈનલમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ચેમ્પીયન ટ્રોફી પોતાને નામ કરશે..
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇરાક-લિબિયા બાદ વેનેઝુએલા: નાના દેશોની સમૃધ્ધિ પર અમેરિકાની બદનજર

સમાધાન, પોલીસની ભૂમિકા અને સરકારની ચૂપ પર પ્રશ્નો ઊભા કરતો કેસ

બાંગ્લાદેશના સંકટે ભારતની પ્રાદેશિક રણનીતિ અને સુરક્ષા સમજણને ઝંઝોડ્યું