ઝેલેન્સકી-ટ્રમ્પ વચ્ચેની ગરમ ચર્ચા આવનારા દિવસોમાં નક્કી કરશે વિશ્વનું ભાવી
ઝેલેન્સકીને ટ્રમ્પે ગેટઆઉટ કહ્યું પણ વિશ્વ સ્તરે રાજકારણમાં પડ્યા 2 ફાંટા

ઝેલેન્સકીને ટ્રમ્પે ગેટઆઉટ કહ્યું પણ વિશ્વ સ્તરે રાજકારણમાં પડ્યા 2 ફાંટા

ઝેલેન્સકીને ટ્રમ્પે ગેટઆઉટ કહ્યું પણ વિશ્વ સ્તરે રાજકારણમાં પડ્યા 2 ફાંટા
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે વ્હાઇટ હાઉસમાં જે બન્યું તે કદાચ ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે. ઓવલ ઓફિસમાં એક હાઈ-પ્રોફાઈલ મીટિંગ દરમિયાન, ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે એટલી ઉગ્ર દલીલ થઈ કે ટ્રમ્પે ઝેલેન્સકીનું અપમાન કર્યું અને તેમને બહાર કાઢી મૂક્યા. ઝેલેન્સકીએ ટ્રમ્પ સાથેની આ બેઠકમાં જે રીતે ટ્રમ્પ સાથે દલીલો કરી અને ત્યારબાદ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જે ડી વેન્સે ઝેલેન્સકીને ઘણુ ખરુ ખોટું સંભળાવી દીધું હતું. ઝેલેન્સકીને અમેરિકી અધિકારીઓએ તત્કાળ ઓફિસ છોડીને જતા રહેવાનું કહ્યું અને ત્યારબાદ જે થયું તેને આખુ વિશ્વ જાણે છે. કેમેરામાં બંને દેશના રાષ્ટ્રપતિઓ વચ્ચેની ઉગ્ર દલીલો રેકોર્ડ઼ થઇ ગઇ હતી અને આ વીડિયો વિશ્વભરમાં વાયરલ થતાં જ આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય મીડિયામાં ખળભળાટ મચાવી દીધો છે અને વિશ્વભરમાંથી જબરદસ્ત પ્રતિક્રિયાઓ આવી રહી છે.
ઝેલેન્સકી અને ટ્રમ્પ વચ્ચેની આ મુલાકાત યુક્રેનમાં શાંતિ અને તેના ખનિજ સંસાધનો પરના સોદા અંગે ચર્ચા કરવા માટે નક્કી કરવામાં આવી હતી. બેઠક દરમિયાન, ટ્રમ્પે ઝેલેન્સકી પર રશિયા સાથે શાંતિ વાટાઘાટો કરવા દબાણ કર્યું. જ્યારે ઝેલેન્સકીએ કહ્યું કે તેઓ યુક્રેનિયન હિતોની વિરુદ્ધ કોઈ સોદો નહીં કરે, ત્યારે ટ્રમ્પ ગુસ્સે થઈ ગયા. અહેવાલો અનુસાર, ટ્રમ્પે ઝેલેન્સકીને "મૂર્ખ રાષ્ટ્રપતિ" પણ કહ્યા અને પછી ગુસ્સાથી તેમને ઓવલ ઓફિસમાંથી બહાર કાઢી મૂક્યા,
આ ચોંકાવનારી ઘટના પર દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. મોટાભાગના યુરોપિયન દેશો ખુલ્લેઆમ ઝેલેન્સકીના સમર્થનમાં બહાર આવ્યા છે, જ્યારે રશિયાએ ટ્રમ્પના પગલાની પ્રશંસા કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચેનો આ સંઘર્ષ ઇતિહાસમાં નોંધાઈ ગયો છે. કદાચ આ પહેલી વાર હશે જ્યારે એક દેશના રાષ્ટ્રપતિએ બીજા દેશના રાષ્ટ્રપતિને પોતાના દેશમાં આમંત્રણ આપ્યું હોય અને કેમેરા સામે તેમને "બહાર નીકળવાનું" કહ્યું હોય. આ ફક્ત એક વિવાદ નથી પણ ભવિષ્યના રાજકારણ માટે એક મોટો સંકેત છે.
જે રીતે ઝેલેન્સકીને યુરોપનો ટેકો મળ્યો તેને જોતાં હવે અમેરિકા અને યુરોપ વચ્ચેની જે તિરાડ હતી તે પહોળી થઇ ગઇ છે. યુરોપીય પંચના અધ્યક્ષે ઝેલેન્સકીની પ્રશંસા કરી અને તેમની સાથે ઉભા રહીશું તેમ કહ્યું. ફ્રાંસે પણ ઝેલેન્સકીનો સપોર્ટ કર્યો. તો ઇટાલીની રાષ્ટ્રપતિ મેલોનીએ પણ ઝેલેન્સકીને સમર્થન આપ્યું તો કેનેડા અને જર્મનીએ પણ સમર્થન આપ્યું.
આ ઘટના હવે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખુબ જ મહત્વની બની રહેશે કારણ કે વિશ્વ બે ભાગમાં વહેંચાઇ જશે. જો કે હજું ભારતે આ બાબતે પ્રતિક્રીયા આપી નથી આજે જે થયું તેના પરથી હવે પ્રશ્ન એ છે કે, શું ટ્રમ્પની આ રણનીતિ ખરેખર અમેરિકા અને વિશ્વ માટે ફાયદાકારક સાબિત થશે કે પછી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી સમસ્યાઓ ઊભી કરશે? આનો જવાબ આગામી દિવસોમાં મળશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇરાક-લિબિયા બાદ વેનેઝુએલા: નાના દેશોની સમૃધ્ધિ પર અમેરિકાની બદનજર

સમાધાન, પોલીસની ભૂમિકા અને સરકારની ચૂપ પર પ્રશ્નો ઊભા કરતો કેસ

બાંગ્લાદેશના સંકટે ભારતની પ્રાદેશિક રણનીતિ અને સુરક્ષા સમજણને ઝંઝોડ્યું