શું ઘરડા ગાડા વાળી યોગ્ય દાખલો બેસાડશે?
ખિલાડીઓને વારંવારની થતી ઇજાઓ મેનેજમેન્ટ માટે માથાનો દુખાવો બની, વાક કોનો ખિલાડીઓને કે મેનેજમેન્ટનો

કેમ વારંવાર ખિલાડીઓ ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે

કેમ વારંવાર ખિલાડીઓ ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે
હાલ જાણે કે ક્રિકેટ માટેનો મહા મુકાબલો ચાલતો હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ પાકિસ્તાન અને દુબઈમાં આઈસીસી ચેમ્પીયન ટ્રોફી ચાલી રહી છે. ત્યારે બીજી બાજુ ભારતમાં મહિલાઓ માટેની પ્રાઈવેટ એવી વ્યુમન પ્રીમયર લીગ પણ ચાલી રહી છે તો તેન સાથે સાથે ગુજરાતના વડોદરામાં IML એટલે કે ઇન્ટરનેશનલ પ્રીમિયર લીગ રમાઈ રહી છે.

આ ઇન્ટરનેશનલ પ્રીમિયર લીગમાં ભારત સહિત અનેક દેશના જેવા કે શ્રીલંકા, ઓસ્ટ્રેલીયા, સાઉથ આફ્રિકા, ઇગ્લેન્ડ અને વેસ્ટઇન્ડિઝ એમ 6 દેશોની ટીમ આમને સામને આ લીગમાં ભાગ લઈ રહી છે. આ લીગમાં ક્રિકેટમાંથી રીટાર્ડમેન્ટ લઈ ચુકેલા ખિલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારત તરફથી જો વાત કરવામાં આવે તો સચિન તેન્ડુલકર, યુશુફ પઠાણ, ઇરફાન પઠાણ સહિતના મહાન ભારતના ક્રિકેટ ખિલાડીઓ ભાગ લેશે. તેન રીતે અન્ય દેશોના ખિલાડીઓ પણ આ લીગમાં સામેલ થઈને પોતાની ખિલાડી તરીકેની ભૂમિકા અદા કરશે.
)
ભારતીય ટીમમાં સચિન તેંડુલકર, અંબાતી રાયડુ, સુરેશ રૈના, યુવરાજસિંહ, યુસુફ પઠાણ, ઇરફાન પઠાણ, સ્ટુઅર્ટ બિન્ની, ધવલ કુલકર્ણી, વિનય કુમાર, શાહબાઝ નદીમ, રાહુલ શર્મા, નમન ઓઝા, પવન નેગી, ગુરકીરત સિંહ માન અને અભિમન્યુ મિથુન જેવા મહાન ખિલાડીઓ ભારતીય ટીમ તરફથી રમી રહ્યા છે. વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આજે (1 માર્ચ) ઈન્ડિયા માસ્ટર્સ અને સાઉથ આફ્રિકા માસ્ટર્સ વચ્ચે IMLની બીજી મેચ યોજાનાર છે. આ મેચ જોવા માટે ચાહકોનો જમાવડો રહેશે. તેનુ મુખ્ય કરાણ એ હશે કે ક્રિકેટ જગતના મહાન ખેલાડી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર 15 વર્ષ પછી વડોદરામાં રમતા જોવા મળશે.

હાલ વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતેની રાખવામાં આવેલી 1500, 5000 અને 7000 રૂપિયાની મોંધી ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ છે. આ ઉપરાંત 15,000થી વધુ ટિકિટનું વેચાણ થઈ ચૂક્યું છે, હવે માત્ર 300 અને 500 રૂપિયાની ટિકિટ જ બાકી છે. ગઈ કાલે એટલે કે 28 ફેબ્રુઆરીના રોજ શ્રીલંકા માસ્ટર્સ અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ વચ્ચે યોજાયેલી પ્રથમ મેચમાં દર્શકોની ભારે હાજરી જોવા મળી હતી. આજે રમાનારી મેચમાં વડોદરાના પઠાણ બંધુ, ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ પણ આજે આ મેચમાં જોવા મળશે. તેઓ પોતાના ઘરમાં, પોતાના પરિવાર સાથે સમય વિતાવા માટે રમતા અને પ્રેક્ષકોને તેમના હોમ ગ્રાઉન્ડ પર પરફોર્મ કરતો જોવા મળશે.

IMLની કોટંબી સ્ટેડિયમમાં કુલ 6 મેચો રમાવાની છે, જેમાં 5 મેચો બાકી છે. આ લીગ 22 ફેબ્રુઆરીથી મુંબઇમાં શરૂ થઈ હતી, અને હવે વડોદરામાં ચાલી રહી છે. 28 ફેબ્રુઆરીથી 7 માર્ચ વચ્ચે કુલ 6 મેચો વડોદરામાં આવેલી કોટંબી સ્ટેડિયમમાં રમાશે.આ લીગમાં 60 દિગ્ગજ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જેમ કે સચિન તેંડુલકર, બ્રાયન લારા, શેન વોટસન, કુમાર સાંગાકારા, ઇયોન મોર્ગન, કેવિન પીટરસન, અને અન્ય મહાન ખેલાડી. આ મેચોમાં આવી પ્રતિષ્ઠિત આઈકોનિક ખેલાડીઓના જાદુને ફરી એકવાર પ્રેક્ષકો જોઈ શકશે.

એક તરફ ગુજરાતમાં ઇન્ટરનેશનલ પ્રીમિયર લીગ ચાલી રહી છે અને બિજી તરફ પાકિસ્તાનમાં ચાલી રહેલી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી રહેલા ખિલાડીઓની જો સરખામણી કરવામાં આવેતો, ખિલાડીઓ વારંવાર એન્ઝર્ડ થઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ ઇન્ટરનેશનલ પ્રીમિયર લીગના મોટી ઉંમરના ખિલાડીઓ રમતા જોઈને એવુ લાગે છે કે ભારે વ્યસ્તતાના કારણે ખિલાડીઓ વારંવાર પોતાના શરિરને નુકશાન પહોચાડી રહ્યા છે.

વારંવર ખિલાડીઓ ઇન્ઝર્ડ થવાનું મુખ્ય કારણ તેમને બે મેચ વચ્ચે ઓછો મળતો સમય ખુબ જ ઓછો હોવાના કારણે તેમના શરીરને પુરતો આરામ નથી મળી રહ્યો. જેને કારણે ખિલાડીઓ વારંવાર ઇજા પહોચવાને કારણે ક્રિકેટ પર અસર પડી રહી છે. જો કે હવે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા વાઈટ બોલ ક્રિકેટ અને પિન્ક બોલ ક્રિકેટ તથા અલગ અલગ ફોરમેટ માટે અલગ અલગ ખિલાડીઓની પસંદગી કરવામાં આવી રહી છે જેને કારણે મહદ અંશે ખિલાડીઓને શરિરને આરામ કરવાનો પુરતો સમય મળી રહે છે. જો આગળ પણ આજ પ્રમાણે અલગ પોરમેટ માટે અલગ ખિલાડીઓ પસંદ કરવામાં આવશે તો ચોક્કસ પણે ખિલાડીઓને વારંવારની થતી ઇજાઓમાંથી રાહત મળી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇરાક-લિબિયા બાદ વેનેઝુએલા: નાના દેશોની સમૃધ્ધિ પર અમેરિકાની બદનજર

સમાધાન, પોલીસની ભૂમિકા અને સરકારની ચૂપ પર પ્રશ્નો ઊભા કરતો કેસ

બાંગ્લાદેશના સંકટે ભારતની પ્રાદેશિક રણનીતિ અને સુરક્ષા સમજણને ઝંઝોડ્યું