સરસંઘચાલકની કરમની કઠનાઇ ગૈરોમે કહા દમથા હમે તો અપનોને લૂંટા
આરએસએસ અને ભાજપના નેતૃત્વ વચ્ચે શીત યુદ્ધના સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે

આરએસએસ ના સરશંઘચાલક મોહન ભાગવત

આરએસએસ ના સરશંઘચાલક મોહન ભાગવત
તમે રશીયા અને અમેરીકા વચ્ચેની કોલ્ડ વોર વિશે સાંભળ્યું છે, કોલ્ડ વોર એટલે જીઓપીલિટીકલ ટેન્શન, બે મોટા દેશ વચ્ચેની બિનતંદુરસ્ત હરીફાઇ, 1945 થી 1991 સુધી અમેરીકા અને રશીયા વચ્ચે કોલ્ડ વોર ચાલી હતી. એવો અંદેશો આવી રહ્યો છે કે ભાજપના વરીષ્ઠ નેતૃત્વ અને સંઘના મોવડીઓ વચ્ચે કોલ્ડ વોર ચાલી રહી છે. બે માંથી એક પણ પક્ષ અધિકૃત રીતે આ વાતની પુષ્ઠી કરવાના નથી. પણ સપાટી પર સ્પષ્ટ રીતે તીરાડો દેખાઇ રહી છે.
હમણાંથી રાષ્ટ્રમાં એક પવન ફૂંકાઇ રહયો છે, ગેર હિન્દુ ધર્મસ્થાનો નીચે હિન્દુ ધર્મસ્થાનો શોધવા, જાણે રાષ્ટ્રવાદી નેતાઓ, કાર્યકરો વચ્ચે હોડ જામી છે, કોણ વધુ હિન્દુવાદી અને કોણ વધારે મંદિરો, શિવલિંગ, વાવ શોધી કાઢશે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતજીને લાગ્યું કે આ ઠિક નથી થઇ રહ્યું, તો તેમણે થોડા દિવસ પહેલા ઇશારો કર્યો હતો આ બધુ બંધ થવું જોઇએ, તેમનુ કહેવુ હતું કે, “રામમંદિર આંદોલન લોકોની આસ્થાનો વિષય હતો, હવે તમે રોજબરોજ હિન્દુ-મુસ્લિમ વિવાદ ઉભા કરશો, તો તેનાથી હિન્દુ નેતા નહિ બની જાવ.”
ભાગવતજીએ આટલી શું વાત કરી, સનાતન ધર્મના શિર્ષ એવા શંકરાચાર્ય અને અન્ય સંતમહંતો ભડક્યા, શંકરાચાર્ય અવિમુકતેશ્વરાનંદે તો સંભળાવી દિધુ, “સત્તા મેળવવા મંદિર-મંદરિ કર્યું, સત્તા મળી ગઇ એટલે મંદિર નહી શોધવાની સલાહ આપે છે.” તો જગદગુરુ રામભદ્રાચાર્યએ એવી ટિપ્પણી કરી “મંદિરો માટે સંઘર્ષ ચાલુ રહેશે, પુરાવા હોય તેવા મંદિરો પર વોટ થી કોર્ટ જઇ પૂનઃ કબ્જો મેળવીશું.” સોશીયલ મીડીયાએ તો ભારે કરી, એવા કટાક્ષ થયા કે “સંઘવાળા પહેલા કહેતા કે હિન્દુ જાગો હિન્દુ જાગો, હવે હિન્દુ જાગી ગયાં તો કહે છે સૂઇ જાવ.”
સંતમહંતો તો ઠિક, સંઘના ચહિતા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રાજમાં હિન્દુવાદી નેતા કાર્યકર તો ઠિક, હવે તંત્ર પણ મંદિરો, અને શિવલિંગ શોધવાના કામે લાગી ગયું છે. સંભાલમાં તો યોગીજી જ એવું પણ બોલી ગયાં કે “વિષ્ણુ ભગવાનનો હવે પછીનો અવતાર સંભાલમાં જ જન્મ લેશે, હવે ભક્તો નક્કી કરશે કે તેમના ભગવાન ક્યાં અને ક્યારે જન્મ લેશે,” મતોના ધ્રૃવિકરણ માટે નેતાઓ કેટલી હદે નીચે ઉતરી શકે છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
આશ્ચર્ય એ વાતનું છે કે મંદિરો બચાવવા નિકળેલા આ સંત-મહાત્મા અને શંકરાચાર્યો અને વિવિધ અખાડા કે સંઘ, ત્યારે મૌન ધારણ કરીને બેસી જાય છે, જ્યારે સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ ને સેવકો સનાતન ધર્મના ભગવાનને નીચા દેખાડે છે. કારણકે સ્વામીનારાયણ સંપ્રદાય પાસે નોટ અને વોટ બન્ને છે.
મૂળ વાત પર આવીએ તો સંસ્કૃતી રક્ષક સંઘના હાથમાંથી શું લગામ છુટી ગઇ છે કે પછી તેણે જ જે રાજકીય પક્ષને જન્મ આપ્યો તે અને તેના નેતાઓ એવું સાબિત કરવામાં માંગે છે કે સંઘ નું કોઇ મહત્વ નથી અથવા તો તેનો પ્રભાવ ઘટી રહ્યો છે, તેવું રાજકિય વર્તુળઓમાં ચર્ચાઇ રહ્યું છે.
થોડા ઉદાહરણ જોઇ લઇએ, લોકસભા-2024ની ચૂંટણીના પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની જાતને બિન-જૈવિક (Non-Biological) જાહેર કરી દિધા. ચૂંટણી પછી સરસંઘચાલકે આ નિવેદન પર આડકતરી ટકોર કરી, “માણસ જ્યારે કોઇ પડાવ શિધ્ધ કરે તો તેને લાગે હજુ મંઝીલ આગળ છે, આમ મંઝીલ હાંસલ કરતાં કરતાં એક તબક્કે તે પોતાની જાતને સુપરમેન માનવા માંડે છે, પરંતુ તે ત્યાં અટકતો નથી, તે તેની જાતને ભગવાન માનવા માંડે છે.”
હરીયાણાથી લઇ મહારાષ્ટ્રના વિધાનસભા ચૂંટણીના પરીણામો પછી, મુખ્યમંત્રી નક્કી કરવામાં ભાજપ અને સંઘ વચ્ચે લાંબી ખેંચતાણ ચાલી, હાલાંકી બન્ને પક્ષો આ વાતને જાહેરમાં સ્વિકારશે નહી. મહારાષ્ટ્રના ચૂંટણી પરીણામો પછી સોશીયલ મિડિયા પર એક ઝૂંબેશ ચાલી, જેમાં વિજયનો તાજ સંઘની મહેનતને પહેરાવવાની કોશીષ થઇ, ખૂબ પ્રચાર થયો કે સંઘના સ્વયંમ સેવકોએ 6000 જેટલી મીટીંગ સમગ્ર મહારાષ્ટ્રમાં કરી એટલી મહાયુતીને જંગી બહુમતી મળી, પ્રચારનો સીધો સંદેશો એવો હતો કે આ બહુમતી "સાથ હૈ તો સેફ હૈ" કે "બટેંગે કો કટેંગે" જેવા સ્લોગન કે પ્રચાર નથી મળી. 2024 લોકસભા ચૂંટણી પછી પણ આવો જ પ્રચાર શરૂ થયો હતો. 'અહંકારી (ભાજપ)240 પર અટકી ગયાં' અને 'ભગવાન રામના વિરોધી (ઇન્ડિયા ગંઠબંધન) બિજા નંબરે રહ્યાં'. જે શીત યુધ્ધ નથી, તો બિજુ શું છે.
છેલ્લા ઘણા સમયથી સંઘના મોવડીઓએ એ તમામ જૂના સાથીઓનો સંપર્ક કરવાનો શરૂ કર્યું છે, જેમને ભાજપની ગુજરાતની બેલડીએ કોરાણે મૂક્યા છે. જેનો સીધો મતલબ એ થાય છે, સંસ્કૃતી સિંચનારા સંઘના શિક્ષણમાં ક્યાંક તો કાચુ કપાયું છે કે હવે સ્વયંસેવકો થી રાજકારણીઓ કે નેતા થયેલા વ્યક્તિઓ તેમના નિયંત્રણમાં નથી. જે સીધો ઇશારો કરે છે, શીત યુધ્ધનો. ઝીન બોટલ માંથી બહાર નીકળી ગયું છે. સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું છે કે ભારત જેવા સમશીતોષ્ણ વાતાવરણ ધરાવતા દેશમાં એક જબરજસ્ત શીત યુધ્ધ જામ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇરાક-લિબિયા બાદ વેનેઝુએલા: નાના દેશોની સમૃધ્ધિ પર અમેરિકાની બદનજર

સમાધાન, પોલીસની ભૂમિકા અને સરકારની ચૂપ પર પ્રશ્નો ઊભા કરતો કેસ

બાંગ્લાદેશના સંકટે ભારતની પ્રાદેશિક રણનીતિ અને સુરક્ષા સમજણને ઝંઝોડ્યું