Rajasthan : બનાસ નદીમાં 8 મિત્રોના કરુણ મોત, રેસ્ક્યુ ઓપરેશન બાદ મૃતદેહ મળ્યા!
સ્થાનિક લોકો અને પોલીસની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મૃતદેહોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા...

રાજસ્થાનમાં કમકમાટીભરી દુર્ઘટના...

રાજસ્થાનમાં કમકમાટીભરી દુર્ઘટના...
રાજસ્થાનના ટૉન્ક જિલ્લામાં એક અત્યંત હૃદયદ્રાવક અને કમકમાટીભરી દુર્ઘટના સામે આવી છે. ટૉન્કની જીવાદોરી સમાન બનાસ નદી આઠ યુવાનો માટે કાળમુખી સાબિત થઈ છે, જ્યાં નદીમાં નાહવા પડેલા અગિયાર મિત્રો પૈકી આઠ યુવકો કરુણ મોતને ભેટ્યા છે. આ ગોઝારી ઘટનાએ સમગ્ર ટૉન્ક અને જયપુર વિસ્તારમાં શોકનો માહોલ છવાવી દીધો છે.
કેવી રીતે બની ઘટના?
પ્રાપ્ત માહિતી અનુસાર, ટૉન્ક અને જયપુર વિસ્તારના 11 યુવકોનો એક સમુહ બનાસ નદીમાં નાહવા ગયો હતો. ઉનાળાની ગરમીથી રાહત મેળવવા માટે નદીના ઠંડા પાણીમાં ઉતરેલા આ મિત્રોને કલ્પના પણ નહીં હોય કે આ જ પાણી તેમનો જીવ લઈ લેશે. નાહતી વખતે અચાનક જ ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા, અને જોતજોતામાં આઠ યુવકો પાણીમાં સમાઈ ગયા.
ત્વરિત રેસ્ક્યુ છતાં જીવ બચાવી ન શકાયા...
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યું હતું. યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સ્થાનિક તરવૈયાઓ અને પોલીસની મદદથી કલાકોની જહેમત બાદ પાણીમાં ડૂબી ગયેલા આઠેય યુવકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ યુવકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરતાં પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો. એકસાથે આઠ યુવાનોના અકાળે અવસાનથી તેમના પરિવારો પર આભ તૂટી પડ્યું છે. આ ઘટનાએ ટૉન્ક અને જયપુરમાં વસતા મૃતકોના પરિવારોમાં ભારે માતમ છવાવી દીધો છે. પોતાના વહાલસોયા યુવાનોને ગુમાવનાર માતા-પિતા અને સ્વજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
આ પણ વાંચો : દિલ્હીની બિલ્ડીંગમાં વિકરાળ આગ, સાતમા માળેથી પિતા 2 સંતાનો સાથે કુદ્યા
નદીઓમાં સાવચેતીની જરૂર...
આ ઘટના નદીઓમાં નાહવા જતા લોકો માટે લાલબત્તી સમાન છે. ઉનાળામાં નદીઓ કે જળાશયોમાં નાહવા જતા લોકોએ અત્યંત સાવચેતી રાખવી અનિવાર્ય છે. પાણીની ઊંડાઈનો અંદાજ ન હોવો, પ્રવાહની તીવ્રતાનો અભાવ અને બેદરકારી અનેકવાર આવા જીવલેણ અકસ્માતોને નોતરે છે. તંત્ર દ્વારા પણ આવા સંવેદનશીલ સ્થળોએ ચેતવણીના બોર્ડ લગાવવા અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે જેથી ભવિષ્યમાં આવા કરુણ બનાવો બનતા અટકાવી શકાય.
આ પણ વાંચો : બેંગલુરુમાં ભાગદોડ કેસ: કર્ણાટક હાઈકોર્ટે સીલબંધ કવરમાં જવાબ દાખલ કરવાનો આપ્યો આદેશ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ