તમિલનાડુમાં ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક પલટી
LPG સિલિન્ડરોથી ભરેલો ટ્રક પલટતાં, સિલિન્ડરો ફાટવાથી થયેલા ધમાકાથી આસપાસનો વિસ્તાર ભયભીત

ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક પલટ્યો

ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક પલટ્યો
તમિલનાડુના અરિયાલૂર જિલ્લામાં એક મોટો અને અકસ્માત થયો છે. અરિયાલૂર પાસે વરણાવાસી ખાતે મંગળવારે LPG સિલિન્ડરો ભરેલી એક ટ્રક પલટી ગયો. આ અકસ્માત બાદ તરત જ સિલિન્ડરોમાં આગ લાગી ગઈ અને એક પછી એક ધમાકા થવા લાગ્યા, જેનાથી આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો.
ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થયો
મળતી માહિતી અનુસાર, ટ્રકચાલકે વાહન પરનું નિયંત્રણ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ટ્રક પલટ્યા બાદ ડ્રાઈવરે માંડ-માંડ પોતાનો જીવ બચાવ્યો અને બહાર કૂદી ગયો. જોકે, તે નજીવા પ્રમાણમાં ઈજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર માટે અરિયાલૂરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જોકે, ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો.
આ પણ વાંચો: આયોધ્યામાં ભીષણ વિસ્ફોટ, ત્રણ બાળકો સહિત 5નાં મોત.
સિલિન્ડરોના ફાટવાનો અવાજ 2 કિમી સુધી સંભળાયો
આ અકસ્માતમાં ટ્રકમાં રાખેલા સિલિન્ડરોના ફાટવાનો અવાજ લગભગ 2 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો, જેના કારણે આસપાસના લોકોમાં પણ ડરનો માહોલ સર્જાયો હતો. આ પ્રકારની દુર્ઘટનાઓ દર્શાવે છે કે, ગેસ સિલિન્ડર જેવી જોખમી વસ્તુઓનું પરિવહન કરતી વખતે સુરક્ષાના ધોરણો અને સાવચેતીનું પાલન કરવું કેટલું અનિવાર્ય છે, કારણ કે ટ્રક પલટવા જેવી નાની ભૂલ પણ મોટા હાડસાનું કારણ બની શકે છે. આ ઘટનાથી જાનહાનિ ટળી છે, પરંતુ વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ