જયપુર ડમ્પર અકસ્માત: 13ના મોત, 40 ઈજાગ્રસ્ત
ડમ્પર ચાલકે અનેક વાહનોને ટક્કર મારતા 13 લોકોએ જીવ ગુમાવ્યો અને 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા

જયપુર ડમ્પર અકસ્માત

જયપુર ડમ્પર અકસ્માત
રાજસ્થાનની રાજધાની જયપુરમાં ડમ્પર અકસ્માતની એક ભયાનક ઘટના સામે આવી છે, જેમાં બેફામ ગતિએ આવતા ડમ્પરે 50થી વધુ લોકોને કચડી નાખ્યા. આ ભીષણ જયપુર ડમ્પર અકસ્માતમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર ઈજાઓને કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ડમ્પર ચાલકે પહેલા એક કારને ટક્કર મારી અને ત્યારબાદ રસ્તા પરની અન્ય ગાડીઓને કચડતો ગયો.
આઅકસ્માત એટલો ભયાનક હતો કે, અંદાજે 30થી 40 જેટલા વાહનોની એકબીજા સાથે ટક્કર થઈ હતી. પ્રાથમિક દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે, ડમ્પર ચાલકે ચિક્કાર દારૂ પીધો હતો, જેના કારણે તેણે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. ઘટના બાદ હોસ્પિટલમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો અને અનેક લોકો ગાડીઓની નીચે દબાઈ ગયા હતા. પોલીસે પ્રાથમિક ધોરણે જણાવ્યું છે કે, ડમ્પર ચાલકે 5થી વધુ ગાડીઓને ટક્કર મારીને આ દુર્ઘટના સર્જી છે.
આ પણ વાંચો: જોધપુર: ટેમ્પો ટ્રાવેલર ટ્રક સાથે અથડાતા અકસ્માત
આ જયપુર ડમ્પર અકસ્માત ઉપરાંત, છેલ્લા 24 કલાકમાં દેશના અન્ય ભાગોમાં પણ મોટી માર્ગ દુર્ઘટનાઓ નોંધાઈ છે. આજે સવારે જ તેલંગાણાના રંગારેડ્ડીમાં નેશનલ હાઈવે પર ડમ્પર અને બસ વચ્ચે થયેલી ટક્કરમાં 20 મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો. આ બસમાં 70થી વધુ મુસાફરો તંદૂરથી હૈદરાબાદ જઈ રહ્યા હતા. ડમ્પર ડ્રાઈવરે કાબૂ ગુમાવતા આ ભીષણ ટક્કર થઈ હતી, જેના કારણે બસના ફૂરચા ઉડી ગયા હતા અને ડમ્પરમાં ભરેલી સામગ્રી નીચે પડતાં કેટલાક લોકો દટાઈ પણ ગયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ