જોધપુર: ટેમ્પો ટ્રાવેલર ટ્રક સાથે અથડાતા અકસ્માત
કોલાયત મંદિરના દર્શન કરીને જોધપુર પાછા ફરતા ૧૮ મુસાફરો દુર્ઘટનાનો ભોગ બન્યા..

ટેમ્પો ટ્રાવેલર ટ્રક સાથે અથડાતા અકસ્માત

ટેમ્પો ટ્રાવેલર ટ્રક સાથે અથડાતા અકસ્માત
રાજસ્થાનના ફાલોડી જિલ્લામાં રવિવારે મોડી સાંજે ભારતમાલા એક્સપ્રેસવે પર એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મતોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલાયત મંદિરના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલો એક ટેમ્પો ટ્રાવેલર રોડની બાજુમાં ઊભેલા એક ટ્રક સાથે અથડાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં 15 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયા છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ભારે ગતિ અને ઓછી વિઝિબિલિટી બની કારણફાલોડીના પોલીસ અધિક્ષક કુંદન કંવરિયાએ હાલ સુધી 18 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા તમામ લોકો જોધપુરના સુરતસાગર વિસ્તારના રહેવાસી હતા અને પરિવાર સાથે ધાર્મિક યાત્રાએ ગયા હતા.
પ્રાથમિક તપાસ મુજબ, હનુમાન સાગર ચાર રસ્તા પાસે તેજ ગતિથી આવી રહેલા ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઇવરને કદાચ ઓછી વિઝિબિલિટીના કારણે રોડ કિનારે ઊભેલો ટ્રક દેખાયો ન હતો. ટક્કર એટલી ભયંકર હતી કે ટેમ્પો ટ્રાવેલરના સંપૂર્ણપણે પરચખા ઊડી ગયા હતા અને મૃતદેહો સીટ તથા લોખંડના ભાગોમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા. પોલીસ, SDRF અને સ્થાનિક લોકો દ્વારા ભારે જહેમત બાદ તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.
PM અને CM દ્વારા શોક વ્યક્તઆ દુર્ઘટનાના સમાચાર મળતા જ જોધપુર પોલીસ કમિશનર ઓમપ્રકાશ માથુર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા 3 લોકોને તાત્કાલિક ઓસિયાં હોસ્પિટલ અને ત્યાંથી ગ્રીન કોરિડોર બનાવીને જોધપુર રિફર કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ દુર્ઘટના પર ગહન શોક વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાને ટ્વિટ કરીને મૃતકોના પરિજનોને PMNRFમાંથી રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000ની સહાય આપવાની જાહેરાત કરી છે. જ્યારે મુખ્યમંત્રી શર્માએ જિલ્લા વહીવટીતંત્રને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ