હિંદુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ હિંદુજાનું નિધન
હિંદુજા ગ્રુપના ચેરમેન અને ગોપીચંદ પી. હિંદુજાનું 85 વર્ષની વયે લંડનમાં અવસાન થયું

ગોપીચંદ હિંદુજા

ગોપીચંદ હિંદુજા
હિંદુજા ગ્રુપના ચેરમેન અને ભારતીય મૂળના અબજોપતિ ગોપીચંદ પી. હિંદુજાનું 85 વર્ષની વયે લંડનની એક હોસ્પિટલમાં નિધન થયું છે. કૌટુંબિક સૂત્રોએ આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે. બિઝનેસ જગતમાં તેઓ વ્યાપકપણે "જીપી" તરીકે ઓળખાતા હતા. તેઓ 4 હિંદુજા ભાઈઓમાં સૌથી મોટા હતા અને લાંબા સમયથી બીમાર હતા. તેમના નિધનથી વૈશ્વિક વ્યાપાર જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. જીપી હિંદુજા ગ્રુપ અને હિંદુજા ઓટોમોટિવ લિમિટેડ, યુકેના ચેરમેન તરીકે કાર્યરત હતા અને મે 2023માં તેમના મોટા ભાઈ શ્રીચંદ હિંદુજાના નિધન પછી તેમણે સમગ્ર ગ્રુપની બાગડોર સંભાળી હતી.
વ્યાવસાયિક સફર અને અશોક લેલેન્ડનું અધિગ્રહણ
ગોપીચંદ પી. હિંદુજાનો જન્મ ભારતમાં 29 જાન્યુઆરી, 1940ના રોજ થયો હતો. તેમણે 1959માં મુંબઈની જય હિંદ કોલેજમાંથી સ્નાતક થયા પછી તરત જ કૌટુંબિક વ્યવસાયમાં જોડાયા. તેમની વ્યાવસાયિક સફર દુરંદેશી નિર્ણયો માટે જાણીતી છે. તેમની કારકિર્દીનો એક મહત્વપૂર્ણ વળાંક 1987માં આવ્યો જ્યારે હિંદુજા ગ્રુપે સંઘર્ષ કરતી ભારતીય ઓટોમોબાઈલ કંપની અશોક લેલેન્ડનું અધિગ્રહણ કર્યું. આ પગલું તે સમયે ભારતમાં પ્રથમ મુખ્ય NRI રોકાણ માનવામાં આવતું હતું. આ સંપાદનથી અશોક લેલેન્ડનું માત્ર પુનરુત્થાન જ ન થયું, પણ ભારતીય કોર્પોરેટ ઇતિહાસમાં સૌથી સફળ અને પ્રેરણાદાયી પરિવર્તનોમાંના એક તરીકે પણ તે સ્થાપિત થયું. 1984માં ગલ્ફ ઓઈલનું અધિગ્રહણ પણ તેમની કારકિર્દીનો એક મુખ્ય વ્યાવસાયિક નિર્ણય હતો.
આ પણ વાંચો: કોમેડી કિંગ 'સારાભાઈ' ફેમ એક્ટર સતીશ શાહનું નિધન
શિક્ષણ અને સન્માન
ગોપીચંદ હિંદુજા એ બોમ્બેની જય હિંદ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમના યોગદાનને માન્યતા આપવા માટે તેમને અનેક માનદ ડિગ્રીઓથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરમાંથી માનદ ડૉક્ટર ઓફ લોની ડિગ્રી અને લંડનની રિચમંડ કોલેજ દ્વારા અર્થશાસ્ત્રમાં માનદ ડૉક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. યુકે સન્ડે ટાઈમ્સની રિચ લિસ્ટ મુજબ, જીપી હિંદુજા સતત 7 વર્ષ સુધી યુનાઈટેડ કિંગડમના સૌથી ધનિક વ્યક્તિ રહ્યા હતા, જે તેમની વૈશ્વિક સફળતા દર્શાવે છે.
પારિવારિક જીવન અને વારસો
ગોપીચંદ હિંદુજાના પરિવારમાં તેમના પત્ની સુનિતા હિંદુજા, 2 પુત્રો સંજય હિંદુજા અને ધીરજ હિંદુજા, તેમજ પુત્રી રીતા હિંદુજા છે. તેમના મોટા પુત્ર સંજય હિંદુજાના 2015માં ઉદયપુરમાં ફેશન ડિઝાઈનર અનુ મહતાની સાથેના ભવ્ય લગ્ન લગભગ 150 કરોડના ખર્ચે થયા હતા, જેમાં ઘણા બોલિવૂડ અને હોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. જીપી હિંદુજાના દુરંદેશી નેતૃત્વ હેઠળ હિંદુજા ગ્રુપે ઓટોમોબાઈલ, બેંકિંગ, ઊર્જા, મીડિયા અને હેલ્થકેર જેવા વિવિધ ક્ષેત્રોમાં પોતાનું મજબૂત સ્થાન બનાવ્યું હતું. તેમનું અવસાન માત્ર એક ઉદ્યોગપતિનું નહિ, પરંતુ ભારતીય ઉદ્યોગજગતને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવનાર એક પ્રેરણાદાયી નેતાની યાત્રાનો અંત છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ