દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટ: ડૉ. ઉમરનો DNA મેચ
લાલ કિલ્લા પાસે થયેલા કાર ધમાકાને કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે 'આતંકી હુમલો' જાહેર કર્યો

દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટ

દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટ
10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા કાર ધમાકામાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયાં છે અને 25થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેના પગલે કેન્દ્ર સરકારે બુધવારે કેબિનેટ બેઠકમાં આ ઘટનાને સત્તાવાર રીતે આતંકવાદી હુમલો જાહેર કરતો પ્રસ્તાવ પસાર કર્યો છે. આ ઘટનાને પગલે દિલ્હીની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર ચેતવણી ઊભી થઈ છે. આ હુમલાની તપાસ હવે રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદ-વિરોધી એજન્સીઓ કરી રહી છે, અને સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ભારત આતંકવાદ પ્રત્યે 'શૂન્ય સહનશીલતા નીતિ' પર અડગ છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે.
હેન્ડલરો સાથેના જૈશ-એ-મોહમ્મદ કનેક્શન
તપાસ ટીમો દ્વારા પકડાયેલા આરોપીઓના મોબાઈલ અને લેપટોપમાંથી મહત્વના પુરાવા મળ્યા છે, જેમાં ટેલિગ્રામ ચેટ્સ સામેલ છે, જે પાકિસ્તાન સ્થિત હેન્ડલરો સાથેના જૈશ-એ-મોહમ્મદ કનેક્શન તરફ ઈશારો કરે છે. માનવામાં આવે છે કે, આરોપીઓ ફરીદાબાદમાં પકડાયેલા આતંકી મોડ્યુલનો હિસ્સો હતા. અધિકારીઓના મતે, આ ધમાકો કદાચ ત્યારે થયો જ્યારે પોલીસ ફરીદાબાદ મોડ્યુલની નજીક પહોંચી ગઈ હતી, જોકે તે પૂર્વનિયોજિત હુમલો હતો કે ડિવાઇસની ભૂલથી વિસ્ફોટ થયો તેની પણ તપાસ થઈ રહી છે. ધરપકડ કરાયેલા લોકોમાં ડૉ. ઉમર નબી અને ડૉ. મુઝમ્મિલ શકીલ ગનાઈનો સમાવેશ થાય છે, જેમણે 2022માં તુર્કીની મુસાફરી કરી હતી અને એજન્સીઓને શંકા છે કે, ત્યાં તેઓ વિદેશી હેન્ડલરોને મળ્યા હતા.
આ પણ વાંચો: દિલ્લી બોમ્બ બ્લાસ્ટ: ડૉ. શાહીને કરી કબૂલાત
ડૉ. ઉમર ઉન નબીના DNAની પુષ્ટિ
આ દરમિયાન, ધમાકાના મુખ્ય આરોપી ડૉ. ઉમર ઉન નબીના DNA મેચની પુષ્ટિ થઈ છે, જે દર્શાવે છે કે વિસ્ફોટ થયો ત્યારે તે જ કારમાં હાજર હતો. તપાસ ટીમોને બ્લાસ્ટ થયેલી i20 કારમાંથી ઉમરના દાંત, હાડકાં, લોહી લાગેલા કપડાંના ટુકડા અને પગનો ટુકડો મળ્યો હતો, જે સ્ટીયરિંગ વ્હીલ અને એક્સિલરેટર વચ્ચે ફસાયેલો હતો. આ તમામ સેમ્પલ ઉમરની માતાના DNA સાથે મેચ થઈ ગયા છે. મોડી રાતે સામે આવેલા 10 સેકન્ડના નજીકના CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના સિગ્નલ પર 20થી વધુ ગાડીઓ ઊભી હતી. સાંજે લગભગ 6:51 વાગ્યે સિગ્નલ ગ્રીન થતાં ગાડીઓ આગળ વધી કે તરત જ i20 કારમાં જોરદાર વિસ્ફોટ થયો, જેના કારણે આગની જ્વાળાઓ ઊઠી અને આસપાસની મોટાભાગની ગાડીઓના ચીથરાં ઉડી ગયા.
NSG બોમ્બ સ્ક્વોડની ટીમ તપાસ માટે સ્થળ પર પહોંચી
પોલીસને તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, આ ધમાકામાં એક લાલ ઈકોસ્પોર્ટ કાર પણ સામેલ હતી. લગભગ 10 કલાકની તપાસ બાદ આ કાર હરિયાણાના ખંદાવલી ગામમાં લાવારિસ હાલતમાં મળી આવી હતી. આ કારનું રજિસ્ટ્રેશન મુખ્ય આરોપી ડૉ. ઉમર નબીના નામ પર છે. હાલમાં ફોરેન્સિક અને NSG ટીમો આ કારની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસને શંકા છે કે, આતંકવાદીઓ પાસે એક નહિ, પણ 2 કાર હતી. ખંદાવલી ગામ પાસે મળી આવેલું વાહન આરોપી ઉમર નબીના ડ્રાઈવરની બહેનના ઘર પાસે લાવારિસ પડ્યું હતું, અને સ્થાનિકોના જણાવ્યા મુજબ કાર મંગળવારથી ત્યાં હતી. NSG બોમ્બ સ્ક્વોડની ટીમ આ વાહનની તપાસ માટે સ્થળ પર પહોંચી ગઈ છે, કારણ કે આ ધમાકામાં સામેલ આતંકવાદીઓનો વધુ માહિતી મળી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ