6.2 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયું
રાજ્યના સાત જિલ્લામાં 12 ડિગ્રી કરતા ઓછું તાપમાન નોંધાયું, આજે પણ બર્ફીલા પવનની ગતિ વધુ રહેશે

6.2 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયું

6.2 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયું
ગુજરાતમાં ખરેખરો ડિસેમ્બર મહિનાની ગુલાબી ઠંડીનો માહોલ જામ્યો છે. નલિયામાં છેલ્લા પાંચ દિવસથી કોલ્ડ વેવની અસર વર્તાઈ રહી છે. હજુ પણ ઉત્તર દિશા તરફથી આવતા ઠંડા પવનોને કારણે નલિયા સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેવાની શક્યતાઓ છે.
આગામી 24 કલાક હજુ પણ ગુજરાતનું વાતાવરણ યથાવત્ રહેશે. જોકે, મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી આવતા પવનોને કારણે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન અને રાત્રે લઘુત્તમ તાપમાનમાં અડધાથી એક ડિગ્રી સેલ્સિયસનો વધારો કે ઘટાડો નોંધાઈ શકે છે. દિવસ દરમિયાન ફુકાતા ઠંડા પવનોને કારણે દિવસે પણ ઠંડીનો અનુભવ થશે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના સાત જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું નોંધાયું હતું. જેમાં નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 6.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો નીચે આવતા બજારમાં દુકાનો 10 વાગ્યા બાદ ખુલવા લાગી છે. તો વહેલી સવારના બસ સ્ટેશન પર ઓછી સંખ્યામાં મુસાફરો દેખાય છે. મોટા ભાગની બસ નહિવત મુસાફરો સાથે ઉપડે છે. આગામી દિવસોમાં જેમજેમ ઠંડીનું જોર વધશે, તેમ નલિયા સહિત અબડાસા તાલુકાના જનજીવન પર અસર થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી સોના-ચાંદીની બેગ લૂંટનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. રાજસ્થાનના ઉદયપુરથી 9 શખ્સોની ધરપકડ અને હવે સામે આવ્યા નવા CCTV ફૂટેજ!

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!