ઇન્સ્ટા પરથી ઓર્ડર લઇ ઈ-સિગરેટ વેચતો યુવક ઝડપાયો
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે સોશિયલ મીડિયા પર ચાલતા પ્રતિબંધિત ઈ-સિગારેટના નેટવર્કનો સફાયો કર્યો

ઈ-સિગરેટ વેચતો યુવક ઝડપાયો

ઈ-સિગરેટ વેચતો યુવક ઝડપાયો
સિગરેટના ભાવ મોંઘા થતા દેશના યુવાધનનો ઝુકાવ ઈ- સિગરેટ તરફ વળતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સૌપ્રથમ ઈ- સિગરેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો ત્યારબાદ તેની જાહેરાત કરશો તો તેના પર પર કાર્યવાહીની વાત થઇ પણ ક્યાંકને ક્યાંક સમગ્ર વસ્તુ બંધ થવાનું નામ લઇ રહ્યું હોય તેમ લાગતું નથી.
વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ઈ-સિગારેટના ગેરકાયદે વેચાણનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. યાકુતપુરા વિસ્તારમાં રહેતો 19 વર્ષીય ફૈઝલ સલીમભાઈ શેખ પોતાની લક્ઝરી કારમાં ઈ-સિગારેટનો જથ્થો રાખીને છૂટક વેચાણ કરતો હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને પ્રતિબંધિત ઈ-સિગારેટનો મોટો જથ્થો ઝડપી લીધો છે.
ઇન્સ્ટાગ્રામ પર વેચાણ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી અત્યંત આધુનિક પદ્ધતિથી આ ધંધો ચલાવતો હતો. તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ઇન્સ્ટાગ્રામ' પર ગ્રાહકોના સંપર્કમાં રહેતો અને ત્યાં જ ઓર્ડર મેળવીને પોતાની કારમાં ડિલિવરી આપવા જતો હતો.
પોલીસે જ્યારે પાણીગેટ જુનીગઢી વિસ્તારમાં દરોડો પાડ્યો ત્યારે તેની કારમાંથી 'મેડ ઇન ચાઇના' બનાવટની અલગ-અલગ ફ્લેવરની 46 નંગ ઈ-સિગારેટ મળી આવી હતી.
મુંબઈ કનેક્શન
આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે તે આ પ્રતિબંધિત જથ્થો મુંબઈના 'અમનખાન' નામના શખ્સ પાસેથી કુરિયર મારફતે મંગાવતો હતો.
પોલીસની એક ટીમે અકોટા વિસ્તારની કુરિયર ઓફિસમાં તપાસ કરતા ત્યાંથી વધુ 30 નંગ ઈ-સિગારેટ મળી આવી હતી. આમ, કુલ 76 નંગ ઈ-સિગારેટ પોલીસે જપ્ત કરી છે.
જપ્ત કરાયેલો મુદ્દામાલ:
ઈ-સિગારેટ (76 નંગ): કિંમત આશરે ₹1,80,500
વાહન: મારુતિ બલેનો કાર
આઈફોન સહિતના મોબાઈલ
કુલ કિંમત: ₹7,10,500 થી વધુ
વડોદરા પોલીસે ઈ-સિગારેટના મુખ્ય સપ્લાયર અમનખાનને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. યુવા પેઢીને નશાના રવાડે ચઢાવતા આવા તત્વો સામે પોલીસની આ કાર્યવાહીથી ફફડાટ ફેલાઈ ગયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.