ભાવનગર, વેરાવળ અને કચ્છની 10 સ્પેશિયલ ટ્રેનો દોડશે
ગુજરાતના વિવિધ શહેરોને જોડતી 10 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા માર્ચ 2026 સુધી લંબાવ્યા

સ્પેશિયલ ટ્રેન

સ્પેશિયલ ટ્રેન
આગામી તહેવારો અને રજાઓના ગાળામાં ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રેલવે તંત્રએ ગુજરાતના ભાવનગર, વેરાવળ, કચ્છ અને સૌરાષ્ટ્રના અન્ય મહત્વના રૂટ પર દોડતી 10 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા માર્ચ 2026 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકના જણાવ્યા અનુસાર, આ વિસ્તૃત સેવાઓ બાંદ્રા ટર્મિનસથી ભાવનગર, ગાંધીધામ, ઉધના, ભુજ, વેરાવળ અને ઓખા જેવા સ્થળો વચ્ચે કાર્યરત રહેશે.
આયોજનબદ્ધ રીતે પોતાની મુસાફરી નક્કી કરી શકશે
આ તમામ સ્પેશિયલ ટ્રેનોના લંબાવવામાં આવેલા ફેરા માટેનું બુકિંગ 08 ફેબ્રુઆરી, 2026થી તમામ PRS કાઉન્ટર અને IRCTCની અધિકૃત વેબસાઇટ પર શરૂ કરી દેવામાં આવશે. આ નિર્ણયથી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના પ્રવાસીઓને મોટી રાહત મળશે અને તેઓ અગાઉથી આયોજનબદ્ધ રીતે પોતાની મુસાફરી નક્કી કરી શકશે.
સ્પેશિયલ ટ્રેનોનું લિસ્ટ
રેલવે દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, ટ્રેન નંબર 09207/09208 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન હવે 27 માર્ચ સુધી દોડશે. તેવી જ રીતે બાંદ્રા ટર્મિનસથી ગાંધીધામ (09415/09416) અને ઉધના (09055/09056) વચ્ચેની ટ્રેનોને પણ 31 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી છે. કચ્છના મુસાફરો માટે બાંદ્રા ટર્મિનસ-ભુજ વચ્ચેની 3 અલગ-અલગ સ્પેશિયલ ટ્રેનો (09037/38, 09009/10, અને 09011/12) માર્ચના અંત સુધી ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત, ધાર્મિક પ્રવાસ માટે જાણીતા ઓખા (09561/62) અને વેરાવળ (09017/18) રૂટ પરની સ્પેશિયલ ટ્રેનો પણ માર્ચ સુધી પોતાની સેવાઓ આપતી રહેશે. ભાવનગર અને ગાંધીગ્રામ વચ્ચે દોડતી દૈનિક અનારક્ષિત સ્પેશિયલ ટ્રેન (09215/16) પણ 31 માર્ચ સુધી લંબાવાઈ છે.
રેલવેની સત્તાવાર વેબસાઇટ પર ઇન્ક્વાયરી કરો
મુસાફરો આ તમામ સ્પેશિયલ ટ્રેનોના સમયપત્રક, સ્ટોપેજ અને કોચની વિગતવાર માહિતી માટે ભારતીય રેલવેની સત્તાવાર ઇન્ક્વાયરી વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલવેનો આ પ્રશંસનીય નિર્ણય આગામી સિઝનમાં રેલવે સ્ટેશનો પર થતી ભીડને નિયંત્રિત કરવામાં અને પ્રવાસીઓને કન્ફર્મ ટિકિટ મેળવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે. ખાસ કરીને વેકેશન અને તહેવારોના સમયે જ્યારે કાયમી ટ્રેનોમાં લાંબુ વેઇટિંગ હોય છે, ત્યારે આ સ્પેશિયલ ટ્રેનો એક આશીર્વાદ સમાન બની રહેશે. 8 ફેબ્રુઆરીથી બુકિંગ શરૂ થતું હોવાથી મુસાફરોને વહેલી તકે ટિકિટ બુક કરાવી લેવા રેલવે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.