ગુજરાતમાં હવામાન પલટાયું: અનેક જિલ્લામાં માવઠું
અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ; 3 દિવસ બાદ ગરમીનો પારો 36 ડિગ્રીએ પહોંચશે

અનેક જિલ્લામાં માવઠું

અનેક જિલ્લામાં માવઠું
ગુજરાતમાં અત્યારે શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચેનો 'ડબલ સીઝન'નો માહોલ ચાલી રહ્યો હતો, ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે.
આજે વહેલી સવારથી રાજ્યના અનેક ભાગોમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ (માવઠું) નોંધાયો છે. ખાસ કરીને પંચમહાલના ગોધરા અને દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે.
ઉત્તર ગુજરાતમાં વાતાવરણ પલટો
બનાસકાંઠાના અંબાજી પંથકમાં વહેલી સવારથી જ આકાશ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. ઠંડા પવનો વચ્ચે વરસાદી માહોલ સર્જાતા ઘઉંના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિથી જગતનો તાત ચિંતામાં મુકાયો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ભરૂચ પંથકમાં હળવા માવઠાની આગાહી કરી છે.
અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ
રાજ્યના પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં પણ સવારથી જ સૂર્યનારાયણ અને વાદળો વચ્ચે સંતાકૂકડી જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ 19 ડિગ્રીની આસપાસ રહેશે. વાદળછાયા વાતાવરણને કારણે સવારના સમયે ભેજ અને ઉકળાટનો અહેસાસ થઈ રહ્યો છે.
3 દિવસ બાદ ગરમીમાં વધારો
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા મુજબ, આગામી 48 કલાક બાદ વાતાવરણ ફરી શુષ્ક બનશે. 20 અને 21 ફેબ્રુઆરીથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે, જેના કારણે ગરમીનું જોર વધશે. આ વર્ષે 'અલ નિનો'ની અસર અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અભાવે ઠંડી પ્રમાણમાં નરમ રહી છે.
તાપમાનની સ્થિતિ:
રાજ્યમાં સૌથી ઓછું તાપમાન અમરેલી અને પોરબંદરમાં 15 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ડીસામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીએ પહોંચ્યું છે, જે સૂચવે છે કે હવે શિયાળો ટૂંક સમયમાં સત્તાવાર રીતે વિદાય લેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.