હથોડામાં પોલીસ પર ટોળાનો હિંસક હુમલો: 22 ઝડપાયા
ગૌહત્યા અટકાવવા ગયેલી ટીમ પર 50 લોકોના ટોળાએ કર્યો હુમલો

કોસંબા પોલીસ પર હુમલો

કોસંબા પોલીસ પર હુમલો
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામે ગત મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હતી. ગૌહત્યા થતી હોવાની સચોટ બાતમીના આધારે દરોડો પાડવા ગયેલી કોસંબા પોલીસ અને ગૌરક્ષકોની ટીમ પર સ્થાનિક અસામાજિક તત્વોએ ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ હિંસક ઘટનામાં એક પોલીસ જવાન અને એક ગૌરક્ષક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
રાત્રિના અંધકારમાં 50ના ટોળાનો હુમલો :
ઘટનાની વિગતો મુજબ, મોડી રાત્રે અંદાજે દોઢ વાગ્યાની આસપાસ જ્યારે પોલીસ સ્ટાફ હથોડા ગામમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યો હતો, ત્યારે અચાનક મોટરસાઈકલ પર આવેલા કેટલાક શખ્સોએ પોલીસ સાથે ઘર્ષણ શરૂ કર્યું હતું. જોતજોતામાં ફોન કરીને વધુ 50 જેટલા લોકોના ટોળાને બોલાવી લેવામાં આવ્યું હતું. આ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ જવાનો અને બાતમીદારો પર લાકડીઓ અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી દીધો હતો.
પોલીસનું મોટું કોમ્બિંગ ઓપરેશન અને અટકાયત :
ઘટનાની ગંભીરતાને જોતા સુરત ગ્રામ્ય એસ.પી. રાજેશ ગઢિયાના આદેશથી હથોડા ગામમાં પોલીસનો મોટો કાફલો ઉતારી દેવામાં આવ્યો છે. DySP બી.કે. વનારની આગેવાની હેઠળ 7 PI અને 15 PSI સહિત કુલ 15 ટીમોએ આખું ગામ ધમરોળ્યું હતું. આ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં 22 જેટલા શંકાસ્પદ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ હાલ એફએસએલ (FSL) ની મદદથી વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કરી રહી છે.
ગૌરક્ષકોમાં ભારે આક્રોશ :
બીજી તરફ, આ ઘટનાને પગલે ગૌરક્ષક સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગૌરક્ષકોના જણાવ્યા મુજબ, હથોડા અને તેની આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી ગૌહત્યાની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. અગાઉ અનેક રજૂઆતો કરવા છતાં નક્કર કાર્યવાહી ન થતા આવી હિંમત કરનારા તત્વોને પ્રોત્સાહન મળી રહ્યું છે. ગૌરક્ષકોએ પોલીસની સુરક્ષા અને પ્રશાસનની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે.
કડક કાયદાકીય કાર્યવાહીની ખાતરી :
જિલ્લા પોલીસ વડાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ફરજ પરના સરકારી કર્મચારીઓ પર હુમલો કરનાર કોઈપણ શખ્સને છોડવામાં આવશે નહીં. હુમલાખોરો વિરુદ્ધ હત્યાનો પ્રયાસ,રાયોટિંગ અને સરકારી ફરજમાં રુકાવટ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ સમગ્ર ગામમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને તણાવપૂર્ણ શાંતિ પ્રવર્તી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.