Ahmedabad : કિસ્મતનો ખેલ, વિજય રૂપાણીની ફ્લાઇટની તારીખ બે વાર બદલાઈ, અને અંતે...
દુર્ઘટના પહેલાં તેમને એરપોર્ટ લોન્જમાં ફોન પર વાત કરતા અને UK ના નાગરિકો દ્વારા ઇન્સ્ટા સ્ટોરીમાં...

બે વાર બદલાઈ તારીખ, પણ મોત ટાળી ન શકાયું...

બે વાર બદલાઈ તારીખ, પણ મોત ટાળી ન શકાયું...
ગુજરાતના રાજકારણ માટે એક કમકમાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. લંડન જવા રવાના થયેલા પૂર્વ CM વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ (Ahmedabad)માં થયેલી ભયાવહ વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. આ સમાચારથી રાજકીય વર્તુળો અને રાજ્યભરમાં શોકની ગહેરી લાગણી પ્રસરી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિજયભાઈ રૂપાણી આજે બપોરે લંડન જવા માટે અમદાવાદ (Ahmedabad) એરપોર્ટથી એર ઇન્ડિયાની ફ્લાઈટમાં (AI-242) ટેકઓફ થયા હતા. દુર્ઘટનાના કલાકો પહેલાં તેમને એરપોર્ટના લોન્જમાં ફોન પર વાત કરતા જોવામાં આવ્યા હતા, જે તેમની જીવનની છેલ્લી ક્ષણો બની રહી. આશ્ચર્યજનક રીતે, તેમની ફ્લાઇટની તારીખ બે વાર બદલાઈ હતી અને અંતે 12 જૂને તેમણે મુસાફરી કરવાનું નક્કી કર્યું હતું.
જાણવા મળ્યા મુજબ, વિજયભાઈના પત્ની અંજલિબેન અને પરિવારજનો પહેલેથી જ લંડન પહોંચી ગયા હતા, અને વિજયભાઈ એકલા જ તેમને મળવા જઈ રહ્યા હતા. આ દુર્ઘટનાના કલાક પહેલાં UK ના કેટલાક નાગરિકો દ્વારા પોસ્ટ કરાયેલી ઇન્સ્ટા સ્ટોરીમાં પણ વિજયભાઈ નજરે પડ્યા હતા, જ્યાં તેમની પાછળ "Rupani" પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. પરંતુ આ પોસ્ટની પુષ્ટિ થઇ નથી.
આ પણ વાંચો : Ahmedabad માં ભયાવહ વિમાન દુર્ઘટના, Maharashtra NCP નેતાના ભાભીનું પણ થયું મૃત્યુ...
આ વિમાની યાત્રા તેમના જીવનની છેલ્લી યાત્રા બની રહી, જેણે એક લોકપ્રિય નેતા અને વ્યક્તિને અકાળે છીનવી લીધા. આ ઘટનાએ ગુજરાત અને દેશભરમાં એક મોટો આઘાત સર્જ્યો છે.
આ પણ વાંચો : Zydus Hospital નો ઐતિહાસિક નિર્ણય, Plane Crash ના પીડિતોને સંપૂર્ણ મફત સારવાર!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.