Ahmedabad માં ભયાવહ વિમાન દુર્ઘટના, Maharashtra NCP નેતાના ભાભીનું પણ થયું મૃત્યુ...
મહારાષ્ટ્રના NCP નેતા સુનીલ તટકરેના ભાભી, એર ઇન્ડિયાના કેબિન ક્રૂ અપર્ણા મહાદિકનું પણ મૃત્યુ થયું...

અમદાવાદમાં કરુણાંતિકા...

અમદાવાદમાં કરુણાંતિકા...
આજે અમદાવાદ (Ahmedabad)થી ટેકઓફ કર્યા બાદ ગણતરીની મિનિટોમાં જ એર ઇન્ડિયાનું એક વિમાન (AI-242) ભયાનક દુર્ઘટનાનો ભોગ બન્યું છે. આ અત્યંત કરુણ ઘટનામાં 242 યાત્રીઓમાંથી 241 ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે કુલ મૃત્યુઆંક 265 સુધી પહોંચી ગયો છે. આ દુર્ઘટનામાં અનેક વિદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
પ્રાથમિક માહિતી અનુસાર, વિમાન ટેકઓફ કર્યા બાદ માત્ર 625 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું હતું ત્યાં જ અચાનક નીચે આવી ગયું અને મેઘાણીનગરના રહેણાંક વિસ્તારમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ભયાનક વિસ્ફોટ સાથે ખાબક્યું હતું. આ ઘટના સમયે મેસમાં ભોજન લઈ રહેલા ઘણા વિદ્યાર્થી ડોકટરોનું સ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું.

આ દુર્ઘટનામાં મહારાષ્ટ્ર (Maharashtra)ના NCP નેતા સુનીલ તટકરેની ભાભી અપર્ણા મહાદિકનું પણ મૃત્યુ થયું છે, જેઓ એર ઇન્ડિયામાં કેબિન ક્રૂ તરીકે ફરજ બજાવતા હતા.
આ પણ વાંચો : Zydus Hospital નો ઐતિહાસિક નિર્ણય, Plane Crash ના પીડિતોને સંપૂર્ણ મફત સારવાર!
આ ઘટનાએ સમગ્ર અમદાવાદ (Ahmedabad) સહિત દેશભરમાં શોકની લાગણી પ્રસરાવી દીધી છે. રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. આ ભયાવહ દુર્ઘટનાના કારણો જાણવા માટે તપાસના આદેશો આપી દેવાયા છે.
આ પણ વાંચો : AHMEDABAD PLAN CRASH : ૧૦ મિનિટ માટે ફ્લાઇટ ચૂકેલી ભૂમિ ચૌહાણ બચી
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.