વડોદરા: રેલવે ટ્રેક પર વિસ્ફોટક જેવો પદાર્થ મળ્યો
વડોદરા અનગઢ નજીક વિસ્ફોટકની અફવા, તપાસમાં લગ્નના કોલ્ડ ફાયર નીકળ્યા

રેલવે ટ્રેક શંકાસ્પદ પદાર્થ

રેલવે ટ્રેક શંકાસ્પદ પદાર્થ
વડોદરાના અનગઢ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ રેલવે લાઇન નજીક શંકાસ્પદ વિસ્ફોટક જેવી વસ્તુ મળવાની માહિતી મળતાં પોલીસ તંત્રમાં તાત્કાલિક ચકચાર મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા નંદેસરી પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. પ્રાથમિક દૃષ્ટિએ મામલો સંવેદનશીલ લાગતા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
FSLની મદદથી તપાસ :
શંકાસ્પદ પદાર્થ વિશે સચોટ માહિતી મેળવવા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. ટેકનિકલ તપાસ બાદ સામે આવ્યું કે રેલવે ટ્રેક પર મળેલો પદાર્થ કોઈ વિસ્ફોટક ન હતો, પરંતુ લગ્ન પ્રસંગોમાં ઉપયોગમાં લેવાતા કોલ્ડ ફાયર હતા. મહત્વની વાત એ છે કે આ કોલ્ડ ફાયર પહેલાથી જ ફૂટેલા હતા.
ટીખળ કરવાની આશંકા :
પોલીસે પ્રાથમિક તપાસમાં આશંકા વ્યક્ત કરી છે કે કોઈ ટીખળખોર વ્યક્તિએ ગભરાટ ફેલાવવા માટે આ પદાર્થ અહીં મૂક્યો હોઈ શકે. હાલ પોલીસ ઇન્ડસ્ટ્રીયલ રેલવે લાઇન વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ કરી રહી છે.
અધિકારીઓનું નિવેદન :
ઝોન-1ના ડીસીપી જે.એમ. ચાવડાના જણાવ્યા મુજબ, સવારે સાત વાગ્યા બાદ આ પદાર્થ ટ્રેક પર મૂકાયો હોવાની સંભાવના છે. તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ લગ્ન પ્રસંગમાં વપરાતા કોલ્ડ ફાયર હતા અને તે પણ ફૂટેલા હાલતમાં હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને FSLની મદદ લેવામાં આવી છે અને સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ ચાલુ છે.
રેલવે સુરક્ષા પર સવાલ :
આ ઘટનાએ રેલવે સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા કર્યા છે. જો કે, સદભાગ્યે કોઈ વિસ્ફોટક ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. પોલીસ તંત્રએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને શંકાસ્પદ વસ્તુ દેખાય તો તરત જાણ કરવા અપીલ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.