ગુજરાતમાં અષાઢી માહોલ: 12 જિલ્લામાં માવઠું
ભરૂચ સહિત 5 જિલ્લામાં યલો એલર્ટ, ઠંડા પવન સાથે કમોસમી વરસાદ, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ

ગુજરાતમાં અષાઢી માહોલ

ગુજરાતમાં અષાઢી માહોલ
ગુજરાતમાં ઋતુચક્રમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં જ્યારે ઉનાળાની આહટ સંભળાતી હોય છે, ત્યારે આજે 23મી ફેબ્રુઆરીએ રાજ્યના અનેક ભાગોમાં મેઘરાજાએ અચાનક એન્ટ્રી કરતા ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે ભરૂચ, ગાંધીનગર, સાબરકાંઠા અને નર્મદા સહિતના જિલ્લાઓમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડ્યાં છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, જંબુસર અને રાજપીપળા પંથકમાં વહેલી સવારે તેજ પવન અને કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે વિઝિબિલિટી ઘટી જતાં વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. તો બીજી તરફ, અમદાવાદના પૂર્વ વિસ્તારો જેવા કે નારોલ, ઓઢવ અને નિકોલમાં પણ હળવા વરસાદી છાંટા પડ્યા હતા.
ખેડૂતો ચિંતામાં
આ 'માવઠું' ખેડૂતો માટે આર્થિક ફટકો સાબિત થઈ શકે છે. કાપણી માટે તૈયાર ઊભેલા ઘઉં, કપાસ અને તુવેરના પાક પર પાણી ફરી વળતા ખેડૂતો ચિંતિત છે.
સાબરકાંઠા અને જૂનાગઢના વિસાવદર પંથકમાં પણ રવિ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. સૌથી વધુ ચિંતા આંબાના મોર ખરી જવાની છે, જેના કારણે આગામી સમયમાં કેરીના ભાવમાં ઉછાળો આવી શકે છે.
હવામાન વિભાગનું 'યલો એલર્ટ'
હવામાન વિભાગે સુરત, તાપી, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જોકે, રાહતના સમાચાર એ છે કે 24મી ફેબ્રુઆરીથી વરસાદની સંભાવના ઓછી છે અને વાતાવરણ ફરી સૂકું બનશે.
ઠંડીનો ચમકારો
વરસાદી માહોલ બાદ હવે રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. ઉત્તર-પશ્ચિમ દિશાથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે આગામી 2-3 દિવસમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. એક જ દિવસમાં ઉનાળો, શિયાળો અને ચોમાસું એમ ત્રણેય ઋતુનો અનુભવ થતા વાયરલ ઇન્ફેક્શનના કેસો વધવાની પણ શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, હજુ 25 ફેબ્રુઆરી સુધી વાતાવરણમાં પલટો રહેશે અને માર્ચની શરૂઆતમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.