મેટ્રો ગુનાઓ માટે બે ડેડિકેટેડ પોલીસ સ્ટેશન જાહેર
મુસાફરોની સુવિધા માટે પોલીસ કમિશનરનું જાહેરનામું: મેટ્રોને બે સેક્ટરમાં વહેંચાઈ નિવારણ થશે

મેટ્રો ગુનાઓ માટે બે ડેડિકેટેડ પોલીસ સ્ટેશન જાહેર

મેટ્રો ગુનાઓ માટે બે ડેડિકેટેડ પોલીસ સ્ટેશન જાહેર
અમદાવાદ શહેરમાં 60 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા મેટ્રો રેલ નેટવર્કની સુરક્ષાને લઈને પોલીસ કમિશનર જી. એસ. મલિકે એક અત્યંત મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. અત્યાર સુધી મેટ્રો ટ્રેન કે તેના પરિસરમાં થતા ગુનાઓ માટે કયા પોલીસ સ્ટેશનમાં જવું તે અંગે મુસાફરોમાં મુંઝવણ રહેતી હતી.
હવે આ સમસ્યાના ઉકેલ માટે મેટ્રો નેટવર્કને બે સેક્ટરમાં વહેંચી દેવામાં આવ્યું છે અને ફરિયાદ નોંધવા માટે બે ચોક્કસ પોલીસ સ્ટેશનો નિયુક્ત કરવામાં આવ્યા છે.
સેક્ટર મુજબ કામગીરીની વહેંચણી
પોલીસ કમિશનરના આદેશ મુજબ, મેટ્રો સંબંધિત તમામ ફરિયાદો હવે સેક્ટર-1 અને સેક્ટર-2 મુજબ નીચેના પોલીસ સ્ટેશનોમાં નોંધી શકાશે:
સેક્ટર-1 (પાલડી પોલીસ સ્ટેશન): પશ્ચિમ અને મધ્ય અમદાવાદના વિસ્તારો જેવા કે વસ્ત્રાપુર, સોલા, ઘાટલોડિયા, નવરંગપુરા, સાબરમતી, ચાંદખેડા, પાલડી અને સેટેલાઇટ સહિતના ઝોન-1, 2, 3 અને 7 હેઠળના મેટ્રો સ્ટેશનો પર થતા ગુનાઓની ફરિયાદ પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાશે.
સેક્ટર-2 (ખોખરા પોલીસ સ્ટેશન): પૂર્વ અમદાવાદના વિસ્તારો જેવા કે દરિયાપુર, શાહીબાગ, નરોડા, બાપુનગર, અમરાઈવાડી, મણિનગર અને વટવા સહિતના ઝોન-4, 5 અને 6 હેઠળના મેટ્રો સ્ટેશનો પર થતી ઘટનાઓની ફરિયાદ ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધાશે.
કયા પ્રકારના ગુનાઓ ધ્યાને લેવાશે?
મેટ્રો ટ્રેનની અંદર થતી ચોરી, મારામારી, છેડતી કે અશ્લીલ વર્તન જેવી ઘટનાઓ તેમજ મેટ્રોના પ્લેટફોર્મ, બિલ્ડિંગ કે ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન પહોંચાડવા જેવા ગુનાઓ માટે આ વ્યવસ્થા લાગુ પડશે.
જોકે, જાહેરનામામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે પ્લેટફોર્મની આસપાસ થતા સામાન્ય વિવાદો કે જે મેટ્રો પ્રોપર્ટી સાથે સીધા જોડાયેલા નથી, તેની તપાસ સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા જ કરવામાં આવશે.
મુસાફરો માટે શું ફાયદો?
મેટ્રો રેલ અનેક પોલીસ મથકોની હદમાંથી પસાર થતી હોવાથી ગુનાની તપાસમાં સંકલનનો અભાવ જોવા મળતો હતો. હવે ડેડિકેટેડ પોલીસ સ્ટેશન હોવાથી મુસાફરોને ઝડપી ન્યાય મળશે અને પોલીસ કાર્યવાહીમાં પણ વહીવટી સરળતા રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.