ગુજરાતમાં માર્ચથી શરૂ થશે કાળઝાળ ઉનાળો
હોળી પહેલા ગરમીનો પારો વધશે, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઉનાળાને લઈને કરી મોટી આગાહી

ગુજરાત હવામાન આગાહી 2026

ગુજરાત હવામાન આગાહી 2026
ગુજરાતમાં હાલમાં ડબલ ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે, જ્યારે બપોરે સૂર્યપ્રકાશને કારણે ગરમીનો અહેસાસ થાય છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યના હવામાન અંગે મહત્વની વિગતો જાહેર કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે હજુ થોડા દિવસો તાપમાનમાં મોટી રાહત રહેશે.
ફેબ્રુઆરીમાં તાપમાન નીચું રહેવાનું કારણ :
સામાન્ય રીતે ફેબ્રુઆરીના મધ્ય ભાગથી ગુજરાતમાં ગરમીનો પારો વધવા લાગે છે. જોકે, આ વર્ષે સ્થિતિ થોડી અલગ છે. હિમાલયની પર્વતમાળાઓમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડા પવનોની અસર હજુ પણ જોવા મળી રહી છે. ઉત્તર-ઉત્તર પૂર્વ દિશામાંથી આવતા પવનોને લીધે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચું નોંધાયું છે. છેલ્લા દાયકાની સરખામણીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં તાપમાન સામાન્ય કરતા 2 થી 3 ડિગ્રી ઓછું રહ્યું છે.
ક્યારથી વધશે ગરમીનો પારો ?
હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર, આગામી એક-બે દિવસમાં તાપમાનમાં હજુ પણ થોડો ઘટાડો થઈ શકે છે. પરંતુ માર્ચ મહિનાની શરૂઆત સાથે જ વાતાવરણમાં પલટો આવશે. ખાસ કરીને 8 માર્ચ પછી રાજ્યમાં ગરમીનું પ્રમાણ ક્રમશઃ વધવાની શક્યતા છે. માર્ચના શરૂઆતના સપ્તાહમાં તાપમાન 32 થી 36 ડિગ્રીની વચ્ચે રહેશે, પરંતુ ત્યારબાદ ઉનાળો તેની અસલી ઓળખ બતાવશે.
જૂન મહિના સુધી આકરા તાપની વકી :
8 માર્ચ પછી રાજ્યમાં ઉનાળાની સત્તાવાર શરૂઆત જેવો અનુભવ થશે. એપ્રિલ અને મે મહિનામાં આકરો તાપ અને હીટવેવની અસરો જોવા મળી શકે છે. આ વર્ષે ઉનાળાની સિઝન 15 જૂન સુધી લંબાઈ શકે છે, જેમાં નાગરિકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. ખાસ કરીને બપોરના સમયે ઘરની બહાર નીકળતા લોકોએ સાવચેતી રાખવી પડશે.
ડબલ ઋતુથી સ્વાસ્થ્ય સાચવવું જરૂરી :
અત્યારે રાત્રે ઠંડી અને બપોરે ગરમી હોવાને કારણે વાયરલ ઇન્ફેક્શન અને શરદી-ઉધરસના કેસ વધી શકે છે. જ્યાં સુધી ઉનાળો સંપૂર્ણ રીતે જામશે નહીં, ત્યાં સુધી આ મિશ્ર વાતાવરણ લોકોને પરેશાન કરી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.