બાળક ચોર સમજી ટોળાએ યુવતીને ઝૂડી, પોલીસ પહોંચી તો.
સુરતના ઊન જીલાની નગરમાં રણમેદાન જેવી સ્થિતિ; મહિલાઓ અને બાળકો પણ મારવામાં જોડાયા

બાળક ચોર સમજી ટોળાએ યુવતીને ઝૂડી

બાળક ચોર સમજી ટોળાએ યુવતીને ઝૂડી
સુરતના ઊન જીલાની નગર વિસ્તારમાં આજે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા અને મૌખિક અફવાઓના કારણે એક નિર્દોષ યુવતી પર હિંસક ટોળું તૂટી પડ્યું હતું.
'બાળક ચોર' હોવાની આશંકાએ સ્થાનિક મહિલાઓ અને આશ્ચર્યજનક રીતે નાના બાળકોએ પણ આ યુવતીને બેરહેમીથી માર માર્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, એક યુવતી શંકાસ્પદ રીતે વિસ્તારમાં ફરતી હોવાનું માની સ્થાનિકોએ તેને ઘેરી લીધી હતી. જોતજોતામાં વાત ફેલાઈ ગઈ કે આ યુવતી બાળક ચોરી કરનારી ગેંગની સભ્ય છે.
આ અફવાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે લોકોએ સત્ય જાણ્યા વગર જ યુવતી પર હુમલો કરી દીધો. વાયરલ થયેલા લાઈવ વિડિયોમાં જોઈ શકાય છે કે મહિલાઓ તેને પકડીને મારી રહી છે અને નાના બાળકો પણ તેમાં જોડાયા છે.
પોલીસ તપાસમાં સત્ય બહાર આવ્યું
ઘટનાની જાણ થતા જ ભેસ્તાન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને યુવતીને ઉશ્કેરાયેલા ટોળામાંથી છોડાવી પોલીસ મથકે લાવવામાં આવી હતી. ભેસ્તાન પીઆઈ અલ્પેશ ગાબાણીની તપાસમાં ચોંકાવનારું સત્ય બહાર આવ્યું કે જે યુવતીને લોકો 'બાળક ચોર' સમજી રહ્યા હતા, તે હકીકતમાં અત્યંત ગરીબ પરિવારની ભિક્ષુક છે. તે તેની માતા સાથે ફૂટપાથ પર રહે છે અને માત્ર ભીખ માંગવા માટે જ સોસાયટીમાં ગઈ હતી.
પોલીસની કડક ચેતવણી
પોલીસે યુવતીની માતાને બોલાવીને તપાસ કરતા તેની નિર્દોષતા સાબિત થઈ છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે યુવતીનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી. આ મામલે ભેસ્તાન પોલીસે સ્થાનિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો.
જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય તો પોલીસને જાણ કરવી, કાયદો હાથમાં લેવો એ ગંભીર ગુનો છે અને હુમલો કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.