સેવન્થ ડે સ્કૂલનો વહીવટ હવે સરકાર હસ્તક
અમદાવાદ DEOએ વહીવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો; વાલી મંડળે સરકારના કડક નિર્ણયને આવકાર્યો

સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે હસ્તક લીધો

સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે હસ્તક લીધો
અમદાવાદની સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલ છેલ્લા ઘણા સમયથી વિવિધ વિવાદો, સંચાલકોની મનમાની અને વહીવટી અનિયમિતતાઓને કારણે ચર્ચામાં હતી. વિદ્યાર્થીઓના શિક્ષણ પર તેની માઠી અસર ન પડે તે હેતુથી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ઐતિહાસિક નિર્ણય લઈને શાળાનો સંપૂર્ણ વહીવટ જપ્ત કર્યો છે. સોમવારથી અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) એ વહીવટદાર તરીકેનો પદભાર સંભાળી લીધો છે.
DEO ની ટીમ દ્વારા સ્થળ પર ચાર્જ લેવાયોરાજ્ય સરકારનો સત્તાવાર આદેશ મળતાની સાથે જ અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરી પોતાની ટીમ અને અન્ય સરકારી અધિકારીઓ સાથે શાળા પરિસરે પહોંચ્યા હતા. તેમણે શાળાના દસ્તાવેજો અને વહીવટી ચાર્જ પોતાની હસ્તક લીધો હતો. આ પ્રક્રિયા દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે જરૂરી સાવચેતી પણ રાખવામાં આવી હતી.
વાલી મંડળમાં ખુશીની લહેર અને ઉજવણીસરકારના આ નિર્ણયની જાણ થતા જ શાળાની બહાર મોટી સંખ્યામાં વાલીઓ અને 'જનાક્રોશ સંઘર્ષ સમિતિ'ના સભ્યો એકઠા થયા હતા. વાલીઓએ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવીને આ નિર્ણયને વધાવ્યો હતો. વર્ષોથી સંચાલકો સામે લડત આપી રહેલા વાલી મંડળે DEO નું ફૂલહારથી સન્માન કર્યું હતું અને મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
AMC દ્વારા જમીન પરત લેવાની કાર્યવાહી તેજવહીવટ સંભાળવાની સાથે જ અન્ય સરકારી વિભાગો પણ સક્રિય થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શાળાને ફાળવવામાં આવેલી જમીન પરત લેવા સહિતની કાયદેસરની પ્રક્રિયાઓ પણ વેગવંતી બનાવી દેવામાં આવી છે. સંચાલકો દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ સંતોષકારક ન હોવાથી અને સતત નિયમોનું ઉલ્લંઘન થતું હોવાથી આ આકરું પગલું ભરવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર નહીં પડે: DEOઅમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ વાલીઓને ખાતરી આપતા જણાવ્યું હતું કે, "આ નિર્ણય વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. વહીવટ સરકાર હસ્તક આવવાથી શિક્ષણ કાર્યમાં કોઈ પણ પ્રકારનો અવરોધ આવશે નહીં. વિદ્યાર્થીઓનું ભણતર રાબેતા મુજબ ચાલશે અને તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર શિક્ષણ વિભાગની સીધી દેખરેખ રહેશે."
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.