દાહોદ હાઈવે પર ભયાનક અકસ્માત: SUV સવાર 3ના મોત
લીમખેડાના ઢઢેલા ટર્નિંગ પાસે SUV કાર ડિવાઈડર સાથે અથડાતા મહારાષ્ટ્રના ત્રણ લોકોના કરુણ મોત

લીમખેડા કાર અકસ્માત

લીમખેડા કાર અકસ્માત
અમદાવાદ-દાહોદ નેશનલ હાઈવે પર ગઈકાલે મોડી રાત્રે એક કમકમાટીભર્યો માર્ગ અકસ્માત સર્જાયો હતો. લીમખેડા નજીક આવેલા ઢઢેલા ટર્નિંગ પાસે એક બેકાબૂ એસયુવી (SUV) કાર રોડ ડિવાઈડર સાથે જોરદાર ટક્કર ખાતા ઘટનાસ્થળે જ ત્રણ મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા.
ટર્નિંગ પર ચાલકે નિયંત્રણ ગુમાવ્યું :
પ્રાથમિક વિગતો મુજબ, અકસ્માતનો ભોગ બનેલી કાર મહારાષ્ટ્ર પાસિંગની (MH) હતી. જ્યારે આ કાર ઢઢેલા ટર્નિંગ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે કારચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેના પરિણામે કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
પોલીસની ત્વરિત કાર્યવાહી :
અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના સ્થાનિકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. જોકે, ગંભીર ઈજાઓને કારણે કારમાં સવાર ત્રણેય વ્યક્તિઓના પ્રાણ પંખેરૂ ઊડી ગયા હતા. બનાવની જાણ થતા જ લીમખેડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાઈવે પર રાત્રિના સમયે વાહનની વધુ ગતિ અને ટર્નિંગ પર બેદરકારીને કારણે આ હોનારત સર્જાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.