VADODARA માં ગુપ્ત ધનની લાલચ આપી તાંત્રિકે લાખો રુપિયા પડાવ્યા
પરિવારને સોના ભરેલા ચરુની સતત લાલચ આપીને ઠગ ટોળકીએ કરતૂત કર્યું

વડોદરામાં ગુપ્ત ધનની લાલચ આપી તાંત્રિકે લાખો રુપિયા પડાવ્યા

વડોદરામાં ગુપ્ત ધનની લાલચ આપી તાંત્રિકે લાખો રુપિયા પડાવ્યા
તાંત્રિકોની ચુંગાલમાં ફસાતા લોકોના અનેક કિસ્સા બહાર આવી રહ્યા છે છતાં હજું પણ અંધશ્રદ્ધાનો ભોગ લોકો બની રહ્યા છે. જીવનની સમસ્યાનો હલ લાવવા માટે તાંત્રિક પાસે જતાં લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને તાંત્રિકો લોકોને ઠગીને ફરાર થઇ જતાં હોય છે. વડોદરામાં પણ આવો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે.
વડોદરામાં વાસણા ભાયલી રોડ પર એક પરિવારે જીવનની સમસ્યા ઉકેલવા માટે તાંત્રિકની મદદ તો લીધી પણ બાદમાં તેને રોવાનો વારો આવ્યો છે. વડોદરામાં રહેતા પરિવારને ગુપ્ત ધન આપવાની લાલચ આપીને તાંત્રિક ટોળકીએ લાખો રુપિયા પડાવ્યા હતા.
મળેલી માહિતી મુજબ વાસણા ભાયલી રોડ પર રહેતા પરિવાર તાંત્રિકના શરણે ગયો હતો. તાંત્રિકે 1100 રુપિયામાં પહેલી વીધી કરાવી હતી અને ધીમે ધીમે પરિવારને તેની ચુંગાલમાં ફસાવ્યો હતો. તાંત્રિકની જાળમાં ફસાયેલા પરિવારે લાખો રુપિયાની લોન પણ લીધી હતી. તાત્રિકે જુદી જુદી વિધીના નામે પરિવાર પાસેથી લાખો રુપિયા પડાવ્યા હતા.
પરિવારને ગુપ્ત ધનની લાલચ અપાઇ હતી. તાંત્રિક ટોળકીએ જુદી જુદી વિધીના નામે પરિવાર પાસેથી રુપિયા પડાવ્યા હતા. પરિવારને લાલચ આપી હતી કે તેમના ઘરમાંથી ચરુ નિકળશે. તાંત્રિકે એવો ડર ફસાવ્યો હતો કે જો ચરુ નહિ નીકળે તો ઘરમાંથી કોઈનો પણ ભોગ લેવાઈ શકે.
ત્યારબાદ તાંત્રિક ટોળકીએ હાથચાલાકી કરી હતી અને દરેક વિધિ બાદ ચરું કાઢ્યો હતો. ત્યારબાદ સોનાના મણકા ભરેલા ચરુમાં ભડકો થયો હતો. પરિવારે મહિના પછી ચરુ ખોલ્યો તો કોલસા નીકળ્યા હતા. બીજી વાર ચરુમાંથી હીરા નીકળ્યા ખોલ્યો તો રેતી હતી,ત્રીજી વાર હાડકું નીકળ્યું હતું.
આખરે છેતરાયાની લાગણી થતાં પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનનાર પરિવારની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથધરી હતી અને ઠગ તાંત્રિક વિનોદ જોશી ઝડપાયો હતો, જ્યારે તેના 4 સાગરીત ફરાર થઇ જતાં પોલીસે શોધખોળ આદરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી સોના-ચાંદીની બેગ લૂંટનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. રાજસ્થાનના ઉદયપુરથી 9 શખ્સોની ધરપકડ અને હવે સામે આવ્યા નવા CCTV ફૂટેજ!

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!