સુરત: બિલ્ડર તુષાર ઘેલાણીનું નિધન, માત્ર ચક્ષુદાન
દીકરીના લગ્નના દિવસે જ પિતાની અર્થી ઉઠી; અંગદાન પૂર્વે હૃદય બંધ પડતા માત્ર આંખોનું દાન થયુ

બિલ્ડર તુષાર ઘેલાણી નિધન

બિલ્ડર તુષાર ઘેલાણી નિધન
સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્રના જાણીતા નામ તુષાર ઘેલાણીનું નિધન થતા સમગ્ર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ચાર દિવસ પૂર્વે પોતે જ કરેલા આત્મહત્યાના પ્રયાસ બાદ તેઓ જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યા હતા. 5 ફેબ્રુઆરીના રોજ તેમની દીકરીના લગ્ન નિર્ધારિત હતા, પરંતુ કમનસીબે તે જ દિવસે પરિવારના મોભીની વિદાય થતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો છે.
અંગદાનની પ્રક્રિયા પૂર્વે જ હૃદય બંધ પડ્યું :
તુષારભાઈને હોસ્પિટલ દ્વારા બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા બાદ પરિવારે ઉમદા ભાવના દાખવીને તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. ડોનેટ લાઈફ સંસ્થાની ટીમ અંગદાનની વિધિ માટે સજ્જ હતી અને તેમને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી રહ્યા હતા. જોકે, એન સમયે તેમને કાર્ડિયાક અરેસ્ટ આવતા હૃદય ધબકતું બંધ થઈ ગયું હતું. તબીબોએ સીપીઆર આપીને તેમને બચાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. હૃદય બંધ પડી જવાને કારણે અન્ય અંગો કામ ન આવતા અંતે માત્ર ચક્ષુદાન સ્વીકારવામાં આવ્યું હતું.
લગ્નના મુહૂર્ત સમયે જ બની ઘટના :
ઘટનાની વિગત એવી છે કે 1 ફેબ્રુઆરીએ જ્યારે ઘરે લગ્નની કંકોત્રી લેખનનો પ્રસંગ હતો, ત્યારે જ તુષારભાઈએ પોતાની લાયસન્સ વાળી રિવોલ્વરથી માથામાં ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્રણ દિવસની સારવાર બાદ તબીબોએ તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા.
આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ :
તુષાર ઘેલાણીએ આટલું આત્યંતિક પગલું કેમ ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ વિગતો બહાર આવી નથી. પોલીસે આ મામલે ગુનો નોંધીને રિવોલ્વર કબજે કરી છે. પરિવારના સભ્યો હાલ ઘેરા શોકમાં હોવાથી પોલીસ તેમની પૂછપરછ કરીને કારણ જાણવા પ્રયાસ કરી રહી છે. એક તરફ લગ્નની શરણાઈઓ ગુંજવાની હતી ત્યાં બીજી તરફ પિતાની અર્થી ઉઠતા વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.