સુરત: ચૌટા બજારના દબાણો હટાવવા તંત્રનું અલ્ટીમેટમ
ચૌટા બજારમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવા પોલીસ અને પાલિકાની વેપારીઓને છેલ્લી વોર્નિંગ

દબાણ હટાવા મિટિંગ

દબાણ હટાવા મિટિંગ
સુરતના ઐતિહાસિક અને સૌથી ધમધમતા એવા ચૌટા બજારમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાના નિરાકરણ માટે હવે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલી દબાણોની સમસ્યા અને વેપારીઓને કરવામાં આવેલી વારંવારની સમજાવટ બાદ પણ કોઈ નક્કર પરિણામ ન આવતા, પોલીસ વિભાગ અને સુરત મહાનગરપાલિકાએ સંયુક્ત રીતે આકરો અભિગમ અપનાવ્યો છે.
સમજાવટ બાદ હવે કડક કાર્યવાહીની તૈયારી :
તાજેતરમાં સુરતના મેયર અને પોલીસ કમિશનરે આ વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે વેપારીઓને નમ્ર અપીલ કરી હતી કે રસ્તા પર સામાન ન રાખે અને ફેરિયાઓને વ્યવસ્થિત ઉભા રાખે જેથી રાહદારીઓને મુશ્કેલી ન પડે. જોકે, આ મુલાકાત બાદ પણ સ્થિતિમાં ખાસ સુધારો જોવા મળ્યો નહોતો, જેના કારણે તંત્રએ હવે આખરી ચેતવણી આપવાની ફરજ પડી છે.
વેપારી મંડળ સાથે હાઈ-લેવલ મીટિંગ :
સમસ્યાના ઉકેલ માટે પોલીસ અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ વેપારી મંડળ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે હવેથી કોઈપણ વેપારી પોતાની દુકાનની હદ બહાર સામાન પ્રદર્શિત કરી શકશે નહીં. જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરશે તો માત્ર દંડ જ નહીં, પરંતુ માલસામાન જપ્તી અને પોલીસ ફરિયાદ જેવી કડક કાર્યવાહી કરવામાં આવશે
સેલ્ફ-ડિસિપ્લિન માટે અપાયો સમય :
પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, વેપારીઓ ગ્રાહકોને આકર્ષવા માટે ફૂટપાથ અને રસ્તા પર 6 થી 7 ફૂટ સુધીનું દબાણ કરે છે, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. વેપારીઓએ પણ સ્વીકાર્યું છે કે અન્યની દુકાનો દેખાય નહીં તે સ્પર્ધામાં દબાણો વધ્યા છે. હવે તંત્ર દ્વારા સ્થળ તપાસ કરીને એક વ્યવહારુ રસ્તો કાઢવામાં આવશે, પરંતુ આવતીકાલથી નિયમોનો ભંગ કરનાર સામે ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરાશે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.