સામાજિક વિવાદે લીધો પ્રેમી યુગલનો જીવ
સુરેન્દ્રનગરમાં કૌટુંબિક સગપણ આડું આવતા બામણવા ગામે પ્રેમી યુગલે સીમમાં ગળે ફાંસો ખાધો.

સામાજિક વિવાદે લીધો પ્રેમી યુગલનો જીવ

સામાજિક વિવાદે લીધો પ્રેમી યુગલનો જીવ
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના બામણવા ગામે એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે આખા પંથકને હચમચાવી દીધો છે. એકબીજા સાથે જીવવાના સપના જોતા બે નવયુવાનોએ આખરે સાથે એક કઠણ નિર્ણય લીધો છે. 21 વર્ષીય કૃણાલ ઠાકોર અને 19 વર્ષીય જાનકી ઠાકોરે કૌટુંબિક સગપણ અને સામાજિક લોકલાજના ડરે આત્મહત્યા કરી લીધી છે.
સામાજિક વિવાદ:
મળતી માહિતી મુજબ, કૃણાલ અને જાનકી છેલ્લા લાંબા સમયથી એકબીજાના પ્રેમમાં હતા. બંને એક જ જ્ઞાતિના હોવા છતાં, કૌટુંબિક દ્રષ્ટિએ તેઓ ભાઈ-બહેનના સગપણમાં આવતા હતા. ગ્રામીણ અને સામાજિક પરંપરા મુજબ આવા સંબંધોમાં લગ્ન અશક્ય ગણાય છે. પોતાના પ્રેમને ક્યારેય સામાજિક માન્યતા નહીં મળે અને પરિવાર વિખૂટા પાડી દેશે તેવી ભીતિએ બંનેને મોતની કેડી તરફ ધકેલી દીધા હતા.
સીમમાં કરુણ ખેલ:
ગત રાત્રે બંનેએ ગામની સીમમાં કોઈ અવાવરું જગ્યાએ ઝાડ સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. સવારે જ્યારે ગ્રામજનો ખેતીકામ માટે સીમમાં પહોંચ્યા ત્યારે આ ગોઝારી ઘટનાની જાણ થઈ હતી. બે આશાસ્પદ યુવાનોના લટકતા મૃતદેહો જોઈ ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ દસાડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામું કરી બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જોકે, પ્રાથમિક દ્રષ્ટિએ આ પ્રેમ સંબંધમાં આત્મહત્યા હોવાનું ફલિત થયું છે. બામણવા ગામમાં આજે બે આશાસ્પદ યુવાનોની નનામી સાથે નીકળતા આખું ગામ હિબકે ચડ્યું છે.
માત્ર એક સપ્તાહ અગાઉ જ સુરતમાં વ્યારાના ખાનપુર ગામેથી આવી જ ઘટના સામે આવી છે જેમાં 23 વર્ષીય સાગર ચૌધરી નામના યુવાને માતાના ઠપકાથી માઠું લગાડી અંતિમ પગલું ભરી લીધું હતું. માતાએ કમાયેલા પૈસાનો ખોટો વ્યય ન કરવાની સામાન્ય શિખામણ આપી હતી. પરંતુ, માતાની આ વાત સાગરને એટલી હદે મનમાં લાગી ગઈ કે તેને છીરમા ગામના કોટવાડી ફળિયામાં એક ખેતર પાસે ખાખરાના ઝાડ સાથે લટકીને જીવન ટૂંકાવ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.