સાણંદ: દારૂ ભરેલી ટ્રક પલટી, લોકોની પડાપડી
મુનિ આશ્રમ રોડ પર રાજસ્થાન પાસિંગની ટ્રક પલટી જતા દારૂની રેલમછેલ; પોલીસે મુદ્દામાલ કબજે કર

રાજ્યમાં દારુબંધી છતા દારુની રેલમછેલ

રાજ્યમાં દારુબંધી છતા દારુની રેલમછેલ
અમદાવાદ જિલ્લાના સાણંદ પાસે આવેલા મુનિ આશ્રમ રોડ પર આજે એક અજીબોગરીબ અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાન પાસિંગની એક ટ્રક, જે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને જઈ રહી હતી, તે અચાનક પલટી મારી ગઈ હતી. ટ્રક પલટતાની સાથે જ દારૂની પેટીઓ રસ્તા પર વેરાઈ ગઈ હતી. દારૂની બોટલો રસ્તા પર જોતા જ આસપાસના ગ્રામજનો અને પસાર થતા વાહનચાલકોમાં બોટલો મેળવવા માટે પડાપડી થઈ હતી. ઘણા લોકો તો પોલીસ પહોંચે તે પહેલા બોટલો લઈને રફુચક્કર થઈ ગયા હતા.
નવા બમ્પ પર કાબૂ ગુમાવ્યો: આ ઘટના અંગે તપાસ કરતા ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, આ ટ્રક કડી તરફથી સાણંદ તરફ આવી રહી હતી. મુનિ આશ્રમ રોડ પર તાજેતરમાં જ એક નવો બમ્પ બનાવવામાં આવ્યો છે. ટ્રક ચાલક આ બમ્પ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ઝડપને કારણે ટ્રક પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક પલટી ખાઈ ગઈ હતી.
પોલીસ કાર્યવાહી અને તપાસ: ઘટનાની જાણ થતા જ સાણંદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટોળે વળેલા લોકોને વિખેર્યા હતા અને રસ્તા પર પડેલી બોટલો તેમજ ટ્રકમાં રહેલા જથ્થાને સુરક્ષિત રીતે કબજે કર્યો હતો. હાલમાં પોલીસ દ્વારા મુદ્દામાલની ગણતરી કરવામાં આવી રહી છે.
મુખ્ય સવાલો અને તપાસની દિશા:
દારૂનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો?
આ દારૂ સાણંદમાં કે અન્ય કોઈ સ્થળે પહોંચાડવાનો હતો?
બુટલેગરો આ ગેરકાયદે હેરફેર માટે કઈ નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા હતા?
પોલીસે આ મામલે ગુનો નોંધીને ટ્રક ચાલકની અટકાયત કરવાની અને દારૂના માલિક સુધી પહોંચવાની દિશામાં તપાસ તેજ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.