કુખ્યાત ચિરાગ ગોટીનું પોલીસ ફરી રિકન્સ્ટ્રક્શન
સરથાણા પોલીસે ગોટી બંધુઓને દોરડાથી બાંધી જાહેરમાં ફેરવ્યા, ભોગ બનનાર યુવકે વર્ણવી આપવીતી

ચિરાગ ગોટી

ચિરાગ ગોટી
સુરતના સરથાણા વિસ્તારમાં આતંક મચાવનાર કુખ્યાત ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટી વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાવેલર્સના વેપારીને રિવોલ્વર બતાવી ધમકાવવા અને નાણાં પડાવવાના ગુનામાં પોલીસે બંને ભાઈઓની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આજે પોલીસે બંને આરોપીઓને દોરડાથી બાંધીને એ જ સ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું જ્યાં તેમણે આતંક મચાવ્યો હતો.
રિવોલ્વરની અણીએ નાણાં પડાવવાનો મામલો :
ઘટનાની વિગત મુજબ, વર્ષ 2021માં ચિરાગ ગોટી અને તેના સાગરીતોએ એક વેપારી પાસેથી લાખો રૂપિયા ઉછીના લીધા હતા. આ રકમ પરત આપવાને બદલે આરોપીઓએ વેપારીના ઘરે જઈ પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બળજબરીથી રોકડ પડાવી લીધી હતી. આ મામલે ફરિયાદ નોંધાતા સરથાણા પોલીસે ગોટી બંધુઓની ધરપકડ કરી છે. છેલ્લા 48 કલાકમાં પોલીસે બીજી વખત ચિરાગ ગોટીને જાહેરમાં લાવી રિકન્સ્ટ્રક્શનની કામગીરી કરી હતી.
ભોગ બનનાર પાર્થ મિયાણીએ જણાવી હકીકત :
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ચિરાગ ગોટી એક યુવકને અત્યંત નિર્દયતાથી માર મારતો જોવા મળે છે. આ વીડિયોમાં જે યુવકને તાલીબાની સજા આપવામાં આવી રહી છે તે પાર્થ મિયાણી પણ આજે પોલીસ કાર્યવાહી દરમિયાન હાજર રહ્યો હતો. પાર્થના જણાવ્યા અનુસાર, આ વીડિયો જૂનો છે પરંતુ ચિરાગની ધમકીને કારણે તે અત્યાર સુધી ચૂપ રહ્યો હતો. ચિરાગ અગાઉ ડરામણો દેખાવ રાખીને લોકોમાં ફફડાટ ફેલાવતો હતો, પરંતુ પોલીસના ડરથી તેણે પોતાનો લુક પણ બદલી નાખ્યો હતો.
કડક સજાની માંગ :
ચિરાગ ગોટીના અત્યાચારનો ભોગ બનેલા લોકો હવે ધીરે ધીરે સામે આવી રહ્યા છે. ભોગ બનનાર લોકો અને સ્થાનિક રહીશોની માંગ છે કે આવા અસામાજિક તત્વો સામે 'ગુજસીટોક' જેવા કડક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ નાગરિકને હેરાન થવું ન પડે. પોલીસે હાલ આ મામલે વધુ તપાસ તેજ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.