ડોક્ટરોની નવી ડ્યુટી: હવે દર્દી નહીં, શ્વાન ગણાશે
ર્દીઓની ફાઈલો છોડી ડોક્ટરો શ્વાન ગણવા મજબૂર, શ્વાન કરડવાના કેસમાં 4,000નો ઉછાળો થતા આદેશ..

ડોક્ટરોની નવી ડ્યુટી: હવે શ્વાન ગણાશે

ડોક્ટરોની નવી ડ્યુટી: હવે શ્વાન ગણાશે
રાજકોટ જિલ્લામાં રખડતા શ્વાનોનો આતંક હવે સીમા ઓળંગી રહ્યો છે. સામાન્ય રસ્તાઓ તો ઠીક, પરંતુ હવે સરકારી હોસ્પિટલો પણ શ્વાનોના અડ્ડા બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે કરવામાં આવેલા આદેશના કડક પાલન માટે ગુજરાતના આરોગ્ય વિભાગે એક અણધાર્યો પરિપત્ર જાહેર કર્યો છે. જે મુજબ હવે સરકારી ડોક્ટરો અને મેડિકલ સ્ટાફે પોતાના હોસ્પિટલ સંકુલમાં કેટલા શ્વાનો છે તેની ગણતરી કરવાની રહેશે.
શું છે સમગ્ર વિવાદ?
રાજકોટ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી (CDHO) આર.આર. ફૂલમાળીના જણાવ્યા અનુસાર, અધિક નિયામક આરોગ્ય, મેડિકલ સર્વિસિસ અને એજ્યુકેશન એમ ત્રણેય વિભાગોના સંયુક્ત સહી-સિક્કા સાથે એક આદેશ છૂટ્યો છે. જે અંતર્ગત:
જિલ્લાની તમામ PHC (પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો), CHC (સામૂહિક આરોગ્ય કેન્દ્રો), સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને મેડિકલ કોલેજોમાં આ કામગીરી કરવાની રહેશે.
હોસ્પિટલના પ્રીમાઈસીસમાં વસવાટ કરતા શ્વાનોની ચોક્કસ સંખ્યા જાણીને 3 માર્ચ સુધીમાં રિપોર્ટ સોંપવાનો રહેશે.
તબીબોએ નક્કી કરેલી વર્કશીટમાં આ આંકડાઓ ભરીને મોકલવાના રહેશે.
રાજકોટમાં શ્વાન કરડવાના કેસોમાં ભયાનક ઉછાળો જોવા મળી રહ્યો છે, રખડતા શ્વાનોના આતંકની ગંભીરતા આ આંકડાઓ પરથી સમજી શકાય છે:
વર્ષ 2024માં 9,000 શ્વાન કરડવાના કેસ નોંધાયા હતા જે વધીને વર્ષ 2025માં 13,000 શ્વાન કરડવાના કેસ થયા.
માત્ર એક જ વર્ષમાં કેસોમાં 4,000 (અંદાજે 44%)નો વધારો થયો છે. હોસ્પિટલ પરિસરમાં જ શ્વાનોના ઝુંડ હોવાથી દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓ પણ જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે.
એક તરફ જ્યારે સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની અછત છે અને દર્દીઓનો ભારે ધસારો રહે છે, ત્યારે ડોક્ટરોને શ્વાનો ગણવાની કામગીરી સોંપાતા તબીબી સંગઠનોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.
ડોક્ટરોનું કહેવું છે કે, "અમારું કામ દર્દીઓને જીવતદાન આપવાનું છે, શ્વાનોની વસ્તી ગણતરી કરવાનું કામ નગરપાલિકા કે વન વિભાગની એજન્સીઓનું હોવું જોઈએ." જોકે, સુપ્રીમ કોર્ટનો કમ્પ્લાયન્સ રિપોર્ટ હોવાથી અધિકારીઓ મજબૂરીમાં પણ આ કામગીરી કરાવી રહ્યા છે.
ભવિષ્યની વ્યૂહરચના
આ ગણતરીનો મુખ્ય ઉદ્દેશ્ય ડેટા એકત્રિત કરવાનો છે. એકવાર 3 માર્ચ સુધીમાં આંકડા આવી ગયા બાદ, સરકાર દ્વારા હોસ્પિટલોને શ્વાનમુક્ત કરવા માટે ખસીકરણ અથવા તેમને અન્યત્ર આશ્રયસ્થાનોમાં ખસેડવા માટેની નવી પોલિસી ઘડવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.