રાજકોટમાં દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં અંતરિયાળ વાડીમાં સ્પિરિટ અને ફ્લેવર ભેળવી બનાવાતો હતો વિદેશી દારૂ; માલિક ફરાર

દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ

દારૂની મિની ફેક્ટરી ઝડપાઈ
રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ વિદેશી દારૂના વેચાણ અને હેરાફેરી વચ્ચે એક અત્યંત ગંભીર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રાજકોટના અમરાપુર ગામે એક વાડીમાં ધમધમતી 'દારૂની મિની ફેક્ટરી' પર પોલીસે દરોડો પાડીને નકલી દારૂ બનાવવાનું આખું રેકેટ પકડી પાડ્યું છે.
ફ્લેવર અને સ્પિરિટનું જોખમી મિશ્રણ
ગ્રામ્ય LCB PI વી.વી. ઓડેદરાના જણાવ્યા અનુસાર, આરોપીઓ માનવ જીવન માટે જોખમી એવા સ્પિરિટ અને વિવિધ ફ્લેવરનો ઉપયોગ કરીને વાડીમાં જ વિદેશી દારૂ તૈયાર કરતા હતા.
આ નકલી દારૂને આબેહૂબ વિદેશી બ્રાન્ડ જેવો દેખાડવા માટે તેના પર જાણીતી કંપનીઓના લેબલ અને સ્ટીકરો લગાવીને પેકિંગ કરવામાં આવતું હતું. આ રીતે આરોપીઓ સસ્તો અને નકલી દારૂ ઉંચા ભાવે વેચીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હતા.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, રણજીતભાઈ વાછાણીની વાડીમાં જીતેશ સોલંકી નામનો શખ્સ આ દારૂ બનાવવાનું કામ કરતો હતો. પોલીસે દરોડા દરમિયાન જીતેશ સોલંકી સહિત આ ગુનામાં સંડોવાયેલા અન્ય શખ્સોની ધરપકડ કરી છે.
જોકે, વાડીનો માલિક રણજીત વાછાણી પોલીસની ગંધ આવી જતા હાલ ફરાર થઈ ગયો છે, જેને પકડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.
મુદ્દામાલ જપ્ત
પોલીસે વાડીમાંથી મોટી માત્રામાં તૈયાર દારૂની બોટલો, ખાલી બોટલો, સ્પિરિટના કેરબા, વિવિધ બ્રાન્ડના લેબલ્સ અને દારૂ બનાવવામાં વપરાતા અન્ય કેમિકલ્સ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહીથી નકલી દારૂના કાળા કારોબાર સાથે જોડાયેલા તત્વોમાં ફફડાટ મચી ગયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.