વર્લ્ડ કપ મેચ માટે મેટ્રો દોડશે મોડી રાત સુધી!
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડે-નાઈટ મેચ માટે GMRC એ સમય લંબાવ્યો; ₹50 માં સ્પેશિયલ ટિકિટ!

વર્લ્ડ કપ મેચ માટે મેટ્રો દોડશે મોડી રાત સુધી

વર્લ્ડ કપ મેચ માટે મેટ્રો દોડશે મોડી રાત સુધી
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આગામી T20 વર્લ્ડ કપનો રોમાંચ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે ક્રિકેટ પ્રેમીઓની સુવિધા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)એ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનારી ડે-નાઈટ મેચો દરમિયાન પ્રેક્ષકો આરામથી ઘરે પહોંચી શકે તે માટે મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.
કયા દિવસે મેટ્રો મોડી રાત સુધી દોડશે?
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી 09, 11, 14, 18, 22 અને 26 ફેબ્રુઆરીની મેચો તેમજ જો ફાઈનલ મેચ અમદાવાદમાં યોજાય તો 8 માર્ચના રોજ મેટ્રો સેવાઓ મધ્યરાત્રિએ 12:30 વાગ્યા સુધી ચાલુ રહેશે. સામાન્ય રીતે રાત્રે 10 વાગ્યે બંધ થતી મેટ્રો હવે મોડી રાત સુધી મુસાફરોને સેવા આપશે.
રૂટ અને સમયની વિગત:
મોટેરા સ્ટેડિયમ થી APMC: રાત્રે 10:00 થી 12:30 સુધી.
ઓલ્ડ હાઈકોર્ટ ઇન્ટરચેન્જ થી વસ્ત્રાલ ગામ/થલતેજ ગામ: રાત્રે 10:00 થી 12:50 સુધી.
મોટેરા સ્ટેડિયમ થી મહાત્મા મંદિર (ગાંધીનગર): રાત્રે 11:40 અને 12:10 વાગ્યે ખાસ ટ્રેન ઉપડશે.
₹50 ની સ્પેશિયલ પેપર ટિકિટ: મુસાફરોની ભીડને ટાળવા અને મુસાફરી સરળ બનાવવા માટે GMRC એ ₹50 ની ફ્લેટ રેટ વાળી 'સ્પેશિયલ પેપર ટિકિટ' જાહેર કરી છે.
આ ટિકિટ વિશે ખાસ જાણવા જેવું:
રાત્રે 10 વાગ્યા પછી માત્ર આ પેપર ટિકિટથી જ મોટેરા અને સાબરમતી સ્ટેશન પર એન્ટ્રી મળશે.
સામાન્ય ટોકન, સ્માર્ટ કાર્ડ કે QR ટિકિટ રાત્રે 10 વાગ્યા પછી માન્ય રહેશે નહીં.
આ ટિકિટ મેચના દિવસે સવારથી જ કાલુપુર, થલતેજ, મોટેરા, મહાત્મા મંદિર સહિતના મુખ્ય સ્ટેશનો પરથી એડવાન્સમાં ખરીદી શકાશે.
અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા ક્રિકેટ પ્રેમીઓ માટે આ એક મોટી રાહત છે, જેનાથી ટ્રાફિક જામની સમસ્યામાંથી પણ છુટકારો મળશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.