કેમિકલથી નકલી દૂધ બનાવતું મોટું નેટવર્ક ઝડપાયું
પ્રાંતિજના સલાલમાં LCBના દરોડા, યુરિયા અને કોસ્ટિક સોડાથી દૂધ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

નકલી દૂધ કૌભાંડ

નકલી દૂધ કૌભાંડ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર રમત રમતું નકલી દૂધનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે. જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક ચોક્કસ બાતમીના આધારે શ્રી સત્યા ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરી પર ઓચિંતા દરોડા પાડીને આ ભયાનક નેટવર્કનો ભંડાફોડ કર્યો છે.
યુરિયા અને કોસ્ટિક સોડાનો ઉપયોગ :
દરોડા દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આ ફેક્ટરીમાં દૂધ બનાવવા માટે કોઈ પશુઓનો નહીં, પરંતુ ઘાતક રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો હતો. આરોપીઓ યુરિયા ખાતર, કોસ્ટિક સોડા અને અન્ય જોખમી કેમિકલ્સનું મિશ્રણ કરીને સફેદ ઝેર સમાન નકલી દૂધ તૈયાર કરતા હતા. પોલીસે ઘટનાસ્થળેથી આશરે 71 લાખ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
5 શખ્સોની અટકાયત, મુખ્ય સૂત્રધાર ફરાર :
LCB એ આ કાર્યવાહી દરમિયાન એક સગીર સહિત કુલ 5 કર્મચારીઓની અટકાયત કરી છે. જોકે, આ સમગ્ર નેટવર્કનો મુખ્ય સંચાલક રાકેશ ઉર્ફે ધમો નારાયણ પોલીસના દરોડા સમયે ફરાર થઈ ગયો હતો. પોલીસ હાલ ફરાર આરોપીને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરી રહી છે.
શહેરોમાં સપ્લાયની તપાસ :
આ કેમિકલયુક્ત દૂધ માનવ શરીર માટે અત્યંત જીવલેણ છે અને લાંબા ગાળે કેન્સર જેવી ગંભીર બીમારીઓ નોતરી શકે છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નકલી દૂધ સાબરકાંઠા સહિત અન્ય કયા શહેરો કે ડેરીઓમાં સપ્લાય કરવામાં આવતું હતું. આ કૌભાંડ બહાર આવતા જ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.