સુરતમાં મિલકતની લાલચમાં પુત્રએ ઘરને જ આગ ચાંપી!
સુરતમાં લોહીના સંબંધ લજવાયા, પિતાએ મિલકત ન આપી તો પુત્રએ આખું ઘર પેટ્રોલ છાંટી સળગાવ્યું

મિલકતની લાલચમાં પુત્રએ ઘરને આગ ચાંપી

મિલકતની લાલચમાં પુત્રએ ઘરને આગ ચાંપી
સુરત શહેરમાંથી માનવતા અને લોહીના સંબંધોને લજવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાનપુરાની જમરૂખગલીમાં મિલકત પચાવી પાડવાની હઠે ચઢેલા એક કળિયુગી પુત્રએ પોતાના જ પિતાના આશિયાનાને આગના હવાલે કરી દીધું હતું. પિતાએ રહેવા માટે ઘર આપવાનો ઇનકાર કરતા આવેશમાં આવેલા પુત્રએ મધરાતે પેટ્રોલ છાંટી આખું મકાન ભસ્મીભૂત કરી નાખ્યું હતું.
મિલકતનો વિવાદ
નાનપુરાના ગોવર્ધનવાડમાં રહેતા રિક્ષાચાલક ઉમેશભાઈ પટેલે પોતાના ઘરનો ગ્રાઉન્ડ ફ્લોર વિશાલ નામના શખ્સને સાઈન બોર્ડની દુકાન માટે ભાડે આપ્યો હતો. જોકે, ઉમેશભાઈનો પુત્ર સની પટેલ છેલ્લા ઘણા સમયથી ખોટા માર્ગે ચઢી ગયો હતો અને આ દુકાન ખાલી કરાવીને પચાવી પાડવા માંગતો હતો.
પિતાએ ભાડૂતને કાઢવાની ના પાડતા સનીએ અવારનવાર ઘર સળગાવી દેવાની ધમકી આપી હતી. ગત રાત્રે જ્યારે આખું ઘર અને મોહલ્લો નિદ્રાધીન હતો, ત્યારે સનીએ બારી વાટે પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી.
₹18 લાખની મિલકત રાખમાં ફેરવાઈ આ આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં દુકાન અને ઉપરના માળે આવેલું ઘર લપેટમાં આવી ગયું હતું. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ભાડૂતનો ₹12 લાખનો સામાન અને ઘરનું ₹6 લાખનું સ્ટ્રક્ચર મળી કુલ ₹18 લાખનું નુકસાન થયું હતું.
પિતા ઉમેશભાઈએ હિંમત બતાવી પોતાના જ સગા પુત્ર વિરુદ્ધ અઠવાલાઇન્સ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપી સની પટેલની ધરપકડ કરી છે.
બદલાતી પેઢી અને ઘટી રહેલી સંવેદના આજની પેઢીમાં સંસ્કારોનું સિંચન ઘટ્યું હોય કે પછી રાતોરાત મિલકત મેળવી લેવાની લાલચ, આવા કિસ્સાઓ સમાજ માટે ચિંતાનો વિષય છે.
આવા સમાન કિસ્સામાં ગત અઠવાડિયે રાજકોટમાં મામૂલી મોબાઈલ પાસવર્ડ માટે જીવ આપતો કિશોર હોય કે સુરતમાં મિલકત માટે પિતાનું ઘર સળગાવતો યુવાન, આ ઘટનાઓ સાબિત કરે છે કે આજની નવી પેઢીમાં ધીરજનો અભાવ અને સંબંધો કરતા ભૌતિક સંપત્તિનું મહત્વ વધી રહ્યું છે.
જ્યારે સંતાનો જ માતા-પિતાની મહેનતની કમાણીને ક્રોધમાં હોમી દે ત્યારે સામાજિક મૂલ્યોના પતનનો ભય સ્પષ્ટ દેખાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.