ગુજરાત બોર્ડ પરીક્ષા શરૂ, 16.63 લાખ વિદ્યાર્થી
રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા શરૂ, મુશ્કેલીના સમયે પોલીસ વિદ્યાર્થીઓને મદદ કરશે.

ગુજરાત બોર્ડ પરીક્ષા 2026 વિગત

ગુજરાત બોર્ડ પરીક્ષા 2026 વિગત
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધોરણ 10 (SSC) અને ધોરણ 12 (HSC) ની વાર્ષિક પરીક્ષાઓનો આજથી સમગ્ર રાજ્યમાં ઉત્સાહભેર પ્રારંભ થયો છે. 26મી ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ પરીક્ષાઓ માટે શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ અગાઉથી જ આટોપી લેવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરી શકે
પરીક્ષાર્થીઓ અને કેન્દ્રોની વિગતવાર માહિતી :
આ વર્ષે રાજ્યભરમાંથી કુલ 16.63 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં નોંધાયા છે. આ આંકડાકીય વિગત નીચે મુજબ છે:
ધોરણ 10 (SSC): 9.07 લાખથી વધુ વિદ્યાર્થીઓ
ધોરણ 12 સામાન્ય પ્રવાહ: 5.01 લાખથી વધુ વિદ્યાર્થીઓ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ: 1.19 લાખથી વધુ વિદ્યાર્થીઓ
પરીક્ષા કેન્દ્રો: સમગ્ર રાજ્યમાં કુલ 1701 સેન્ટરો પર પરીક્ષા લેવામાં આવી રહી છે.
વહીવટી સરળતા માટે ધોરણ 10 માટે 87 ઝોન અને 1006 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જ્યારે ધોરણ 12 માટે 59 ઝોન અને 695 કેન્દ્રો (સામાન્ય પ્રવાહ: 539, વિજ્ઞાન પ્રવાહ: 156) કાર્યરત છે.
દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિશેષ છૂટછાટ :
શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે. ઇતિહાસમાં પ્રથમ વખત, દિવ્યાંગ વિદ્યાર્થીઓને લેખન કાર્યમાં સરળતા રહે તે માટે 3 કલાકના પ્રશ્નપત્રમાં દર કલાકે 20 મિનિટનો વધારાનો સમય ફાળવવામાં આવશે. એટલે કે, તેઓને સામાન્ય વિદ્યાર્થીઓ કરતા કુલ 1 કલાક વધુ મળશે
મુશ્કેલીના સમયે પોલીસ અને તંત્રની મદદ :
પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે જિલ્લા કંટ્રોલ રૂમ સક્રિય કરવામાં આવ્યો છે. જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં અટવાય, વાહન બગડે અથવા કેન્દ્ર શોધવામાં મુશ્કેલી પડે, તો તે કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે. જિલ્લા શિક્ષણાધિકારીના જણાવ્યા મુજબ, આવી સ્થિતિમાં પોલીસ વિદ્યાર્થીને સુરક્ષિત રીતે તેના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવશે
હેલ્પલાઇન અને માર્ગદર્શન સુવિધા :
વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં રહેલી મુંઝવણો દૂર કરવા માટે સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે:
જિલ્લા કંટ્રોલ રૂમ: 079 232 20314 (સવારે 7થી રાત્રે 8 સુધી, જાહેર રજાઓ સહિત)
રાજ્ય કક્ષાની હેલ્પલાઇન: 1800 233 5500 (સવારે 10થી સાંજે 6:30 સુધી)
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.