લગ્નમાં 'છેતરપિંડી' અને 'બળજબરી' સામે કડક થઈ સરકાર
પ્રેમલગ્નમાં માતા-પિતાની જાણકારી ફરજિયાત; છેતરપિંડી રોકવા સરકાર લાવશે નવું મેરેજ પોર્ટલ

સરકાર લાવશે નવુ લગ્ન નોંધણી પોર્ટલ

સરકાર લાવશે નવુ લગ્ન નોંધણી પોર્ટલ
ગુજરાત વિધાનસભામાં આજે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દીકરીઓની સુરક્ષા અને સામાજિક મૂલ્યોના જતન માટે એક ક્રાંતિકારી અને ઐતિહાસિક જાહેરાત કરી છે. રાજ્યમાં પ્રેમલગ્નના નામે થતી છેતરપિંડી અને ધર્માંતરણની સાજિશ રોકવા માટે સરકાર હવે લગ્ન નોંધણીના કાયદાને અત્યંત કડક બનાવવા જઈ રહી છે.
ગુજરાત વિધાનસભાના ગૃહમાં નિયમ-૪૪ હેઠળ નિવેદન આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું કે સરકાર લવ-મેરેજની વિરોધી નથી, પરંતુ પ્રેમની આડમાં થતી 'છેતરપિંડી', 'બળજબરી' અને 'ઓળખ છુપાવવાની પ્રવૃત્તિ' સામે લાલ આંખ કરશે. તેમણે ભાવુક સ્વરે જણાવ્યું કે, દીકરી જ્યારે પિતાના આંગણે તુલસીનો ક્યારો બનીને ઉછરે છે, ત્યારે તેની સુરક્ષાની જવાબદારી સરકારની છે. 'ગુજરાત મેરેજ રજિસ્ટ્રેશન એક્ટ ૨૦૦૬' માં સુધારો કરીને હવે લગ્ન નોંધણી પ્રક્રિયામાં માતા-પિતાને સીધી રીતે સાંકળવામાં આવશે.
પંચમહાલનું 'નિકાહ' કૌભાંડ: એક ચોંકાવનારો ખુલાસોહર્ષ સંઘવીએ ગૃહમાં પંચમહાલ જિલ્લાના કેટલાક ગામોના ઉદાહરણ આપીને સૌને સ્તબ્ધ કરી દીધા હતા. તેમણે જણાવ્યું કે પંચમહાલના કંકોડાકોઈ અને નાથકુવા જેવા ગામોમાં, જ્યાં એક પણ મુસ્લિમ પરિવાર રહેતો નથી કે કોઈ મસ્જિદ નથી, ત્યાં તલાટી-કમ-મંત્રી દ્વારા સેંકડો 'નિકાહ સર્ટિફિકેટ' ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. આ એક સુનિયોજિત ષડયંત્રનો ભાગ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સરકારે આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.
નવા સૂચિત નિયમો અને 'સલીમ-સુરેશ' મોડલ પર પ્રહારનાયબ મુખ્યમંત્રીએ 'લવ જેહાદ' અને ઓળખ છુપાવીને થતા લગ્નોને સંસ્કૃતિ પરનું આક્રમણ ગણાવ્યું હતું. તેમણે આક્રમક શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે:
"જો કોઈ સલીમ સુરેશ બનીને રાજ્યની દીકરીને ફસાવશે, તો આ સરકાર તેના એવા હાલ કરશે કે તે ભવિષ્યમાં કોઈ દીકરી સામે આંખ ઉઠાવીને જોવાની પણ હિંમત નહીં કરે."
નવા કાયદાકીય સુધારાના મુખ્ય મુદ્દાઓ:
માતા-પિતાની સામેલગીરી: લગ્નની નોંધણી વખતે હવે ફરજિયાતપણે માતા-પિતાને જાણ કરવામાં આવશે.
નવું મેરેજ પોર્ટલ: લગ્ન નોંધણી માટે એક અલગ અને પારદર્શક પોર્ટલ બનાવવામાં આવશે, જ્યાં દસ્તાવેજોની ખરાઈ ડિજિટલ માધ્યમથી થશે.
સ્થાનિક સ્તરે તપાસ: લગ્ન નોંધણી પહેલા જે તે વિસ્તારમાં તેની ખરાઈ કરવામાં આવશે જેથી બોગસ સર્ટિફિકેટ અટકાવી શકાય.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સરકારે આ મામલે અત્યંત લોકશાહી અભિગમ અપનાવ્યો છે. નવા નિયમોમાં હજુ વધુ કડકાઈ કે સુધારા લાવવા માટે રાજ્યના નાગરિકો પાસેથી ૩૦ દિવસમાં વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા છે. આ માટે એક વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે, જે બંધારણીય મર્યાદામાં રહીને શ્રેષ્ઠ સૂચનોનો અમલ કરશે.
સામાજિક સંસ્થાઓ સાથે વિચાર-વિમર્શઆ નિર્ણય રાતોરાત લેવામાં આવ્યો નથી. છેલ્લા ત્રણ મહિનામાં કાયદા અને ન્યાય વિભાગના રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ વિવિધ સામાજિક સંગઠનો અને સંસ્થાઓ સાથે ૩૦ થી વધુ બેઠકો યોજી છે. આ બેઠકોમાં મળેલી રજૂઆતો અને સામાજિક પીડાને ધ્યાને રાખીને સરકાર આ સુધારા લાવી રહી છે.
ગુજરાત સરકારના આ કડક વલણથી રાજ્યના સામાજિક માળખાને અને સનાતન પરંપરાને સુરક્ષિત રાખવામાં મોટી મદદ મળશે. છેતરપિંડી કરનારા તત્વો માટે હવે ગુજરાતમાં દીકરીઓને ફસાવવી મુશ્કેલ બનશે. વાલીઓની સંમતિ અને જાણકારીના આ નવા નિયમથી પારિવારિક સંબંધોમાં આવતી તિરાડ પણ ઓછી થવાની આશા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.