વાઘને જીવનસાથી પૂરો પાડવા સરકારની કાર્યવાહી
ગુજરાત સરકારે NTCAને લખ્યો પત્ર: મધ્યપ્રદેશના નર વાઘને કાયમી વસવાટ કરાવવાનું આયોજન

રતનમહાલમાં વસેલા વાઘ માટે લવાશે વાધણ

રતનમહાલમાં વસેલા વાઘ માટે લવાશે વાધણ
દાહોદના રતનમહાલ અભયારણ્યમાં ફેબ્રુઆરી ૨૦૨૫ થી મધ્યપ્રદેશ તરફથી આવી ચડેલો એક નર વાઘ કાયમી વસવાટ કરી રહ્યો છે. આ વાઘના વંશવૃદ્ધિ અને કાયમી વસવાટ માટે ગુજરાત સરકારે સત્તાવાર રીતે કાર્યવાહી શરૂ કરી દીધી છે, કારણ કે વાઘના આક્રમક મૂડ અને સતત જંગલ બદલવાનું મુખ્ય કારણ જીવનસાથીનો અભાવ છે.
કેન્દ્ર સરકારને લખાયો પત્ર:
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીએ પુષ્ટિ કરતા જણાવ્યું કે, વન વિભાગે કેન્દ્ર સરકારના નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) ને પત્ર લખ્યો છે. રતનમહાલ-છોટાઉદેપુર વિસ્તારને ગુજરાતના વાઘના નિવાસસ્થાન તરીકે વિકસાવવાના આયોજનના ભાગરૂપે આ કાર્યવાહી હાથ ધરાઈ છે.
વન વિભાગે NTCAને આ વિસ્તારમાં 'મેપિંગ' (સર્વેક્ષણ) કરવા માટે ટીમ મોકલવા અને મેપિંગ બાદ આ નર વાઘ માટે એક વાઘણ (સાથીદાર) પૂરી પાડવા વિનંતી કરી છે, જેથી તે અહીં સ્થિર થઈ શકે.
વાઘણ શા માટે જરૂરી?
દાહોદના રતનમહાલ અને છોટાઉદેપુરની ડોલારિયા રેન્જ વચ્ચે ફરતો આ નર વાઘ સાથીદારના અભાવે આક્રમક બની રહ્યો છે. વન વિભાગના સૂત્રોના મતે, જો તેને જીવનસાથી મળી જાય તો તે આ વિસ્તારમાં કાયમી વસવાટ કરી શકે છે અને ગુજરાતમાં વાઘોની વસ્તી વધારવામાં મદદરૂપ થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ વાઘ મધ્યપ્રદેશથી આવ્યો હોવાથી, મધ્યપ્રદેશમાંથી જ વાઘણ લાવવાનું પસંદ કરવામાં આવી શકે છે, કારણ કે બંને માટે જંગલની ભૂમિ અને વાતાવરણ સમાન છે. હાલ NTCAની ટીમની ચકાસણી અને રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.