ઓબીસીને અનામત બાબતે સરકારની મેલી મુરાદ:અમિત ચાવડા
ઓબીસીને અનામત બાબતે સરકારની મેલી મુરાદના કારણે રિપોર્ટ પબ્લીક ડોમેઈનમાં મૂકાયો નથી

ઓબીસીને અનામત બાબતે સરકારની મેલી મુરાદ:અમિત ચાવડા

ઓબીસીને અનામત બાબતે સરકારની મેલી મુરાદ:અમિત ચાવડા
ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે ઓબીસીને અનામત બાબતે સરકારની મેલી મુરાદના કારણે રિપોર્ટ પબ્લીક ડોમેઈનમાં મૂકાયો નથી. તેમણે કહ્યું કે એક વર્ષ સુધી દરેક વિભાગોએ ખો આપી રિપોર્ટને છુપાવી રાખ્યો હતો. તેમણે આરોપ લગાવતા કહ્યું કે ગુજરાતમાં સાયકલ કૌભાંડ આચરવામાં આવ્યું છે તો સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી પણ કથળી છે.
વિપક્ષના નેતા અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ઓબીસીની અનામત માટે ઝવેરી કમિશનની રચના કરી હતી અને યુનિટ મુજબ ઓબીસીની વસતી ગણતરીના આધારે ઓબીસી અનામત કેટલી આપવી તે અંગે અભ્યાસ કર્યો . જુલાઈ-2022 માં કમિશનની રચના કરીને ત્રણ વખત આયોગની મુદત વધારી હતી. જો કે રાજ્ય સરકારે આયોગનો રિપોર્ટ સ્વીકારવામાં વિલંબ કર્યો. રિપોર્ટ રજૂ કરાયાના ૬ મહિના બાદ સ્વીકારી વિધાનસભામાં બીલ લાવી ૨૭ ટકા અનામત આપી. તેમણે કહ્યું કે ઓબીસીને અનામત બાબતે સરકારની મેલી મુરાદના કારણે રિપોર્ટ પબ્લીક ડોમેઈનમાં મૂકાયો નથી. વિપક્ષના નેતા તરીકે વારંવાર માગણી કરવા છતાં રિપોર્ટ આપ્યો નથી. સામાજીક ન્યાય અધિકારીતા વિભાગ અને શહેરી વિભાગે રિપોર્ટની આપવા મનાઈ કરી હતી અને એક વર્ષ સુધી દરેક વિભાગોએ ખો આપી રિપોર્ટને છુપાવી રાખ્યો હતો. અમિત ચાવડાએ એમ પણ કહ્યું કે ૭ હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતો, ૨ જિલ્લા પંચાયતની ચૂંટણી બે વર્ષથી વિલંબિત છે. તેમણે માગ કરી કે રાજ્ય સરકાર તાત્કાલિક સમર્પિત આયોગનો રિપોર્ટ પબ્લીક ડોમેઈનમાં મૂકે. જો રિપોર્ટ પબ્લીક ડોમેઈનમાં નહી મૂકે તો નાછૂટકે મુખ્યમંત્રી કાર્યાલય પાસે ધરણાં કરવામાં આવશે.
ગુજરાતમાં સાયકલ કૌભાંડ આચરાયાનો વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે સરસ્વતી સાધના યોજનામાં સાડા ત્રણ લાખ દીકરીઓને સાયકલ મળી નથી. જૂન-૨૦૨૩ માં દીકરીઓને સાયકલ આપવાની હતી. તેમણે આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી કાર્યાલયના આદેશથી માનીતાઓને ટેન્ડર આપવા અને ચૂંટણી ફંડ લીધેલી એજન્સીને ટેન્ડર આપવા માટે વિલંબ કરાયો અને અન્ય રાજ્યો કરતાં ૫૦૦ રૂપિયા વધારે ભાવ ચુકવીને ૧.૭૦ લાખ સાયકલો ખરીદી હતી. નિયત ધારાધોરણો કરતાં હલકી ગુણવત્તાવાળી સાયકલો આપતા સાયકલો હાલમાં ધૂળ ખાય છે. તેમણે કહ્યું કે ૮ થી ૧૦ હજાર કરોડનું સાયકલ કૌભાંડ થયાનો આક્ષેપ કરતી રજૂઆત કરી હતી. રજૂઆત કર્યાને ૬ મહિના થયા છતાં તપાસ કરી કાર્યવાહી કરાઈ નથી. તેમણે કહ્યું કે હલકી ગુણવત્તા વાળી સાયકલો અપાશે તો કોંગ્રેસ પક્ષ વિરોધ કરશે. સાયકલ નહી મળતાં સાડા ત્રણ લાખ દીકરીઓ ઘરેથી શાળાએ ચાલતા જવા મજબૂર બની છે. તેમણે એમ પણ કહ્યું કે એસપીજી કમિટીની ભલામણને અવગણીને ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો
આ સાથે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાનો અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે હાલમાં યુપી બિહાર કરતાં બદતર સ્થિતિ અને સરકારનો ગુનેગારો ઉપર કોઈ કંટ્રોલ નથી. ગૃહ મંત્રી પોતાના પદની ગરિમાને એકબાજુએ મૂકીને બેફામ નિવેદનો કરે છે. ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ પકડાયુ, એક વર્ષમાં ૧૧૦ લોકોના મોત થયાનું બહાર આવ્યું છતાં તેમના વરઘોડા કેમ નહી. એકના ડબલના નામે બીઝેડ કંપનીનુ ૬ હજાર કરોડનું કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા કેમ પકડાતો નથી. નકલી ટોલનાકા, નકલી પીએમઓ, નકલી આરોપીઓના વરઘોડા કેમ નીકળતા નથી
વન નેશન વન ઇલેક્શન મુદ્દે અમિત ચાવડાએ કહ્યું કે અત્યારે રાજ્યમાં 1 યુથ 1 જોબની જરૂર છે. ભાજપે યુવાનોને 2કરોડ રોજગાર આપવાની વાત કરી હતી. હજુ યુવાનોને રોજગારી મળી નથી,યુવાનો સાથે છેતરપિંડી કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી સોના-ચાંદીની બેગ લૂંટનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. રાજસ્થાનના ઉદયપુરથી 9 શખ્સોની ધરપકડ અને હવે સામે આવ્યા નવા CCTV ફૂટેજ!

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!