ગાંધીનગરમાં મેગા ડિમોલિશન ડ્રાઈવ શરૂ
ગાંધીનગરમાં સરકારી જમીન પરના દબાણોને દૂર કરવા વહેલી સવારથી મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરી
ડિમોલિશન ડ્રાઈવ શરૂ
ડિમોલિશન ડ્રાઈવ શરૂ
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (GMC) દ્વારા આજે, 18 સપ્ટેમ્બરના રોજ, પેથાપુર વિસ્તારમાં GEB પાછળ નદી કિનારે આવેલી સરકારી જમીન પરના ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે એક વિશાળ ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશનમાં, અંદાજિત 1000 કરોડ રૂપિયાની કિંમતની, 1 લાખ ચોરસ મીટરથી વધુ જગ્યાને દબાણમુક્ત કરવાનો હેતુ છે. આ કાર્યવાહી માટે 10 JCB, 15 આઈવા ટ્રક અને 700થી વધુ પોલીસકર્મીઓનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે, જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને.
લગભગ 20 ટીમો આ કામગીરીમાં જોડાઈ
વહેલી સવારે 4 વાગ્યાથી R&B અને ગાંધીનગર કોર્પોરેશનની જમીનો પરના દબાણો હટાવવા માટે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશન અને R&Bની લગભગ 20 ટીમો આ કામગીરીમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જોડાઈ છે. આ ઓપરેશનનો મુખ્ય હેતુ 1 લાખ સ્ક્વેર મીટરથી વધુ જમીનને દબાણમુક્ત કરવાનો છે, જેની કિંમત લગભગ 1000 કરોડ હોવાનો અંદાજ છે. ડિમોલિશનની કામગીરી સુચારુ રીતે ચાલી રહી છે અને દબાણોને હટાવીને જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: હાટકેશ્વર બ્રિજ હવે તોડવામાં આવશે, મુંબઈની શ્રી ગણેશ કોર્પોરેશનને મળી શકે છે ડિમોલિશનની જવાબદારી
નોટિસ છતાં દબાણકારોએ પુરાવા રજૂ ન કર્યા
આ ડ્રાઈવમાં કુલ 115 ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ દબાણકારોને અગાઉ નોટિસ પાઠવીને તેમના બાંધકામોની કાયદેસરતા સાબિત કરવા માટે પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું. 10 સપ્ટેમ્બરના રોજ, તેમને 7 દિવસની અંતિમ નોટિસ પણ આપવામાં આવી હતી. જોકે, નિર્ધારિત સમયમર્યાદા પૂરી થયા બાદ પણ દબાણકર્તાઓ દ્વારા કોઈ યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. શહેરી વિકાસ અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી કોર્પોરેશને આખરે આ કડક પગલું ભરવાનો નિર્ણય કર્યો છે.
ઓપરેશનમાં 1000થી વધુ સરકારી કર્મચારીઓ જોડાયા
પોલીસ ઉપરાંત, મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ શાખા, દબાણ શાખા અને ટાઉન પ્લાનિંગ શાખાની ટીમો પણ આ કામગીરીમાં સક્રિય રીતે જોડાઈ છે. આ ડિમોલિશન ડ્રાઈવમાં પોલીસ અને મ્યુનિસિપલ સ્ટાફ સહિત કુલ 1000થી વધુ સરકારી કર્મચારીઓ કાર્યરત છે. ગેરકાયદે દબાણોને ઝડપથી હટાવવા માટે 10 JCB અને 15 જેટલા ટ્રકની મદદ લેવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.