ઊંઝા એપીએમસી ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથનો દબદબો
ભાજપ મેન્ડેટ ધરાવતા 5 ઉમેદવારની જીત થઈ છે

ઊંઝા એપીએમસી ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથનો દબદબો

ઊંઝા એપીએમસી ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથનો દબદબો
ઊંઝા એપીએમસી ચૂંટણીની મત ગણતરી પૂર્ણ થઇ ગઇ છે અને આજે પરિણામ જાહેર કરાયું છે. પરિણામોમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથનો દબદબો રહ્યો છે અને તમામ 10 બેઠકો પર દિનેશ પટેલ જૂથના ઉમેદવારોનો વિજય થયો છે. ભાજપ મેન્ડેટ ધરાવતા 5 ઉમેદવારની જીત થઈ છે.
ઊંઝા એપીએમસીનું મતદાન ગઇકાલે યોજાયું હતું. કૂલ 14 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી . ખેડૂત વિભાગની 10 બેઠકોમાં 261 મતદારોમાંથી 258 મતદારોએ મતદાન કર્યું હતું અને વેપાર વિભાગની 4 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. તેમાં 805 મતદારોમાંથી 782 મતદારોએ મતદાન કર્યું હતું.
આજે જાહેર થયેલા પરિણામમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથનો દબદબો રહ્યો છે. ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો પર દિનેશ પટેલ જૂથના ઉમેદવારોનો વિજય થયો છે.
ખેડૂત વિભાગના વિજયી ઉમેદવારોની યાદી
પટેલ અંબાલાલ જોઈતારામ
પટેલ કનુભાઈ રામાભાઇ
પટેલ ધીરેન્દ્ર કુમાર બાબુલાલ
પટેલ પ્રહલાદભાઈ હર હરગોવિંદભાઈ
પટેલ ભગવાનભાઈ શિવરામદાસ
વિજયી બનેલા અપક્ષ ઉમેદવારોની યાદી
પટેલ બળદેવભાઈ શિવરામદાસ
પટેલ રાજેન્દ્રકુમાર શંકરલાલ
પટેલ લીલાભાઈ માધવલાલ
પટેલ શૈલેષભાઈ તળશીભાઈ
પટેલ જયંતીભાઈ વિઠ્ઠલદાસ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

તન્વી ગોલ્ડના કર્મચારી લાલજી સરધારાને ગોળી મારી સોના-ચાંદીની બેગ લૂંટનારા આરોપીઓ સુધી પોલીસ પહોંચી ગઈ છે. રાજસ્થાનના ઉદયપુરથી 9 શખ્સોની ધરપકડ અને હવે સામે આવ્યા નવા CCTV ફૂટેજ!

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!