નવરાત્રીના પ્રથમ નોરતે રાજ્યમાં દેખાયો ઉત્સાહ
કિંજલ દવે, ગીતા રબારી, ફાલ્ગુની પાઠક, સહિત અનેક કલાકારોએ ગુજરાતીઓને ગરબે ગુમાવ્યા
નવરાત્રી 2025
નવરાત્રી 2025
નવરાત્રીના પહેલા નોરતે સમગ્ર ગુજરાતમાં ક્લબ, પાર્ટી પ્લોટ અને શેરી ગરબા સહિત વિવિધ જગ્યાઓ પર ખેલૈયાઓએ મન મૂકીને ગરબાની મોજ માણી. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2025'નું ઉદ્ઘાટન કર્યું. આ મહોત્સવમાં 'સિંદૂરનો ગરબો' અને આહિર સમાજના ગરબા સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા. મુખ્યમંત્રીએ થીમ પેવેલિયન અને ફૂડ કોર્ટની પણ મુલાકાત લીધી, જે દર્શાવે છે કે, નવરાત્રી હવે માત્ર શેરી ગરબા પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તેનો વ્યાપ દેશ-વિદેશમાં પણ વિસ્તર્યો છે.
કલાકારોએ પણ પોતાની રંગત જમાવી
આ નોરતામાં ગુજરાતના પ્રખ્યાત કલાકારોએ પણ પોતાના પરફોર્મન્સથી રંગત જમાવી હતી. કિંજલ દવેની 'રોકસ્ટાર' જેવી અને ગીતા રબારીની 'પરી' જેવી શાનદાર એન્ટ્રી પર લોકો ફિદા થઈ ગયા હતા. જ્યારે લોકપ્રિય ગાયિકા ફાલ્ગુની પાઠક સ્ટેજ પર આવતાં જ ખેલૈયાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો અને તેઓ ગાંડાતૂર થઈને ઝૂમી ઉઠ્યા હતા. આ કલાકારોએ નવરાત્રીની મજા અનેકગણી વધારી દીધી હતી. રાજકોટના 'અબતક સુરભી રાસોત્સવ'માં સિંગર માર્ગી પટેલના સંગીત પર પણ યુવાધન 'મોહન મોરલી વગાડે' જેવા ગીતો પર હિલોળે ચડ્યું હતું.

દેશભક્તિના થીમ પર ગરબા
સુરતમાં 'સુવર્ણ નવરાત્રી'માં અન્ય ધર્મના કલાકારોને જોઈને બજરંગ દળના કાર્યકરો લાલઘૂમ થયા અને તેમણે 'વિધર્મી મુક્ત નવરાત્રી'માં સહયોગ આપવા માટે આયોજકોને ચેતવણી આપી. આ વિવાદ વચ્ચે પણ સુરતમાં સ્કેટિંગ ગરબા, હૂલા હૂપ ગરબા અને દેશભક્તિની થીમ પર ગરબા જેવી અવનવી પ્રવૃત્તિઓ જોવા મળી. આ બધી ઘટનાઓ દર્શાવે છે કે, નવરાત્રી માત્ર એક તહેવાર નથી, પરંતુ પરંપરા, આધુનિકતા અને સામાજિક ગતિશીલતાનો એક અનોખો સંગમ છે.
આ પણ વાંચો: નવરાત્રીને લઈ અમદાવાદ પોલીસની ગાઈડલાઈન જાહેર
પ્રથમ નોરતામાં ટ્રાફિક જામની સમસ્યા
નવરાત્રીના પ્રથમ નોરતા દરમિયાન કેટલાક શહેરોમાં ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી હતી. અમદાવાદના SG હાઈવે અને સરદાર પટેલ રિંગરોડ પર ટ્રાફિક જામ થયો. રાત્રે ગરબા પૂર્ણ થયા બાદ, અમદાવાદના માણેકચોક અને રાજકોટના નાઈટ માર્કેટમાં ફૂડ આઉટલેટ્સ પર લોકોની ભારે ભીડ જોવા મળી, જ્યાં યુવાનોએ વિવિધ વાનગીઓનો સ્વાદ માણીને દિવસની ઉજવણીને પૂર્ણ કરી. હવામાન વિભાગની વરસાદની આગાહી હોવા છતાં, પહેલા નોરતે વરસાદ વિઘ્ન બન્યો નહોતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો