નવરાત્રીને લઈ અમદાવાદ પોલીસની ગાઈડલાઈન જાહેર
નવરાત્રીમાં સુરક્ષા ચુસ્ત, ટ્રાફિક ચેકિંગ કડક: 15 DCP, 30 ACP સહિત SRP પણ તૈનાત
નવરાત્રીને લઈ અમદાવાદ પોલીસની ગાઈડલાઈન
નવરાત્રીને લઈ અમદાવાદ પોલીસની ગાઈડલાઈન
નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા અને માર્ગદર્શિકા સાથેનો એક વિસ્તૃત એક્શન પ્લાન તૈયાર કર્યો છે. શહેરના શાંતિપૂર્ણ અને સલામત વાતાવરણમાં ગરબા યોજાય તે સુનિશ્ચિત કરવા માટે 9,000થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો ખડેપગે રહેશે.
આ ઉપરાંત, આયોજકો અને જાહેર જનતા માટે પણ કેટલાક મહત્વના નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્ત
આ વર્ષની નવરાત્રિ માટે 15 DCP, 30 ACP, 160 PI, 5000 પોલીસકર્મીઓ અને 4000 હોમગાર્ડ્સ તૈનાત રહેશે. આ બંદોબસ્તમાં ત્રણ SRP કંપની અને એક સ્પેશિયલ ફોર્સ પણ જોડાશે. મહિલાઓની સુરક્ષા માટે 49 SHE ટીમો ખાનગી કપડામાં પેટ્રોલિંગ કરશે, જ્યારે 123 PCR વાન સતત પેટ્રોલિંગ કરશે.
આયોજકો માટે નવી ગાઈડલાઈન્સ
પોલીસે ગરબા આયોજકો માટે કેટલીક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે:
ધ્વનિ નિયંત્રણ: ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબાની મંજૂરી આપવામાં આવી છે.
સુરક્ષા: મોટા આયોજનોમાં આયોજકોએ પૂરતા સિક્યુરિટી ગાર્ડ અને સ્વયંસેવકોની વ્યવસ્થા કરવી પડશે.
CCTV અને વોચ ટાવર: તમામ ગરબા સ્થળો અને વાહન પાર્કિંગમાં ફરજિયાત CCTV કેમેરા લગાવવા પડશે. મોટા ગરબા સ્થળોએ ચાર વોચ ટાવર અને વીડિયો શૂટિંગની વ્યવસ્થા પણ રાખવી પડશે.
વસ્ત્ર સંહિતા: આયોજકોને ખાસ સૂચના આપવામાં આવી છે કે સાંસ્કૃતિક કાર્યક્રમો દરમિયાન પારદર્શક કપડાં ન પહેરવા માટે ખેલૈયાઓને પ્રોત્સાહિત કરે.
મેડિકલ: ગરબા સ્થળે તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ અને મેડિકલ સ્ટાફની વ્યવસ્થા રાખવી ફરજિયાત છે.
ટ્રાફિક અને ગુનાખોરી સામે કડક કાર્યવાહી
ટ્રાફિક પોલીસે પણ કડક પગલાં લેવાની જાહેરાત કરી છે. નંબર પ્લેટ વગરના વાહનો, ડાર્ક ફિલ્મ લગાવેલી કાર અને બાઈક-કાર રેસિંગ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધીમાં 3600 ડાર્ક ફિલ્મવાળી કાર અને 7300 નિયમ વિરુદ્ધની નંબર પ્લેટવાળા વાહનો સામે કાર્યવાહી થઈ ચૂકી છે. પોલીસે હોટેલ્સ અને ફાર્મહાઉસમાં પણ અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવાનું નક્કી કર્યું છે.
અત્યાર સુધીમાં કુલ 84 અરજીઓમાંથી 29 ગરબા આયોજનોને મંજૂરી આપવામાં આવી છે. આ કડક નિયમો અને સુરક્ષા વ્યવસ્થાનો હેતુ નવરાત્રિના પર્વને સૌ માટે સુરક્ષિત અને આનંદમય બનાવવાનો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.