સુરેન્દ્રનગરમાં EDના દરોડા, અધિકારીઓમાં ફફડાટ
કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદારના ઘર પર EDની કાર્યવાહી, જમીન અને નાણાકીય તપાસ

સુરેન્દ્રનગર કલેક્ટરના નિવાસ સ્થાને ઈડીએ તપાસ હાથ ધરી હતી

સુરેન્દ્રનગર કલેક્ટરના નિવાસ સ્થાને ઈડીએ તપાસ હાથ ધરી હતી
સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDની ટીમોએ દરોડા પાડતાં સરકારી અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. EDની ટીમોએ કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલના સરકારી નિવાસ સ્થાને તેમજ વઢવાણના રાવળવાસ સ્થિત નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને તપાસ હાથ ધરી છે.
EDના સર્ચ ઓપરેશનમાં 8 થી વધુ વાહનોમાં આવેલા અધિકારીઓ જોડાયા છે. મની લોન્ડરિંગ અને બેનામી સંપત્તિ સંબંધિત આરોપોને લઈને તપાસ હાથ ધરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે. જમીન સંબંધિત અનિયમિતતાઓ સંદર્ભે પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે. ED તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી અને તપાસના કારણોની વિગતો અકબંધ રાખવામાં આવી છે.
સુરેન્દ્રનગર કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ 2015 બેચના IAS અધિકારી છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પણ કલેક્ટર કચેરી સાથે સંકળાયેલા છે. EDની કાર્યવાહીથી સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી છે. લોકોમાં કાર્યવાહીને લઈ તરેહ તરેહની ચર્ચાઓ ચાલી રહી છે. કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી અને એક ક્લાર્કની તપાસ હાથ ધરાઈ છે. 6 જેટલા સ્થળોએ રેડ કરી હોવાના અહેવાલ છે.
ત્રણ વર્ષ અગાઉ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટરની ધરપકડ થઈ હતી
ત્રણ વર્ષ અગાઉ સીબીઆઈએ સુરેન્દ્રનગરના કલેક્ટર કે. રાજેશની ધરપકડ કરી હતી. કલેક્ટર તરીકે વ્યાપક ભ્રષ્ટાચારનો આરોપ લાગતાં સીબીઆઈએ કરેલી તપાસ બાદ કે.રાજેશની ધરપકડ કરવામાં આવી હતી. તેઓની ધરપકડ થઈ ત્યારે તેઓ સામાન્ય વહિવટ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી હતાં. સુરતમાં તેઓએ આસીસ્ટન્ટ કલેક્ટર અને ડીડીઓ તરીકે ફરજ બજાવી હતી. સુરતમાં કે. રાજેશના નું વચેટીયાની પણ ધરપકડ કરવામાં આવી હતી.
કનકિપતિ રાજેશે હથિયારના લાઈસન્સ ઇશ્યૂ કરી આપવા માટે, સરકારી જમીન ગેરકાયદે લાભાર્થીઓના નામે ટ્રાન્સફર કરી આપવા માટે તથા સરકારી જમીન પર દબાણ કરનારાઓને નામે જમીન કરવા માટે તથા વન વિસ્તારની અનામત જમીન વન વિભાગની મંજૂરી વિના જ ભાડે આપી દેવા માટે લાંચ લીધી હતી.
ગુજરાતના એડિશનલ ચીફ સેક્રેટરી આઈએએસ એ.કે. રાકેશે વર્ષ 2021માં ભારત સરકારને એક ફરિયાદ આપી હતી. કે. રાજેશે 271થી વધુ આર્મ્સ લાઈસન્સ ઇશ્યૂ કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તેમાંથી 39 લાઈસન્સ ધારકો અંગે નેગેટીવ રિપોર્ટ હોવા છતાંય તેમને લાઈસન્સ આપી દીધા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદ નજીક મંડળી ગરબા મહોત્સવમાં અચાનક બબાલ! સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક શખ્સો વચ્ચે અથડામણ, લાકડીઓ અને ખુલ્લી તલવારોનો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.