દૂર્ગા સ્કૂલમાં ધો.6ના વિદ્યાર્થીનો ખતરનાક બદલો
અમદાવાદની દુર્ગા સ્કૂલમાં પાણીની બોટલમાં ડામરની ગોળી નાખતા વિદ્યાર્થીનો CCTVમાં ખુલાસો

દુર્ગા સ્કૂલમાં વિવાદ

દુર્ગા સ્કૂલમાં વિવાદ
અમદાવાદ શહેરની મણિનગર વિસ્તારમાં આવેલી દુર્ગા સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી એક ખતરનાક ઘટનામાં ફેરવાઈ ગઈ. એક વિદ્યાર્થીએ બદલો લેવાની ભાવનામાં પોતાના સહપાઠીના પાણીની બોટલમાં ડામરની ગોળીઓ નાખી હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે.
ઘટના 23 જાન્યુઆરીની છે. રિસેસ દરમિયાન ક્લાસરૂમ ખાલી હોવાની તકનો લાભ લઈ એક વિદ્યાર્થીએ પોતાના ખિસ્સામાં રાખેલી ડામરની ગોળીઓ સાથી વિદ્યાર્થીની બેગમાં રાખેલી પાણીની બોટલમાં નાખી દીધી. રિસેસ બાદ જ્યારે ભોગ બનનાર વિદ્યાર્થીએ પાણી પીધું ત્યારે તરત જ તેને વિચિત્ર ગંધ આવી, જેના કારણે તેણે પાણી પીવાનું બંધ કર્યું. જોકે, તબિયત બગડવાની આશંકાને પગલે તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.
આ સમગ્ર ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે સ્કૂલ સંચાલન દ્વારા ક્લાસરૂમના CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા. ફૂટેજમાં સ્પષ્ટ રીતે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીની બેગ પાસે જઈ પાણીની બોટલમાં ગોળીઓ નાખતો નજરે પડ્યો હતો. આ દૃશ્યો જોઈને વાલીઓ અને શિક્ષકો પણ હકબચ્ચા રહી ગયા હતા.
ગંભીર બાબત એ છે કે ઘટના થયા બાદ સ્કૂલ સંચાલન દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ને તાત્કાલિક જાણ કરવામાં આવી નહોતી. આરોપ છે કે સંચાલન દ્વારા લગભગ 10 દિવસ સુધી સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. બાદમાં DEO રોહિત ચૌધરીએ જાતે સ્કૂલનો સંપર્ક કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી.
જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે, આવી ગંભીર ઘટના અંગે જાણ ન કરવી એ ગંભીર બેદરકારી છે. આ મામલે દુર્ગા સ્કૂલને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે અને શિક્ષણ નિરીક્ષક દ્વારા વિગતવાર તપાસના આદેશ આપવામાં આવ્યા છે. CCTV ફૂટેજ સહિત તમામ પુરાવાઓ એકત્ર કરી તપાસ હાથ ધરવામાં આવશે.
સ્કૂલ સંચાલન દ્વારા આરોપી વિદ્યાર્થીના માતા-પિતાને બોલાવીને હાલ તેમના પુત્રને શાળાએ મોકલવાની મનાઈ કરવામાં આવી છે. આ ઘટનાએ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ, સુરક્ષા વ્યવસ્થા અને સંચાલનની જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.